લખતર તળાવની પાળ ઉપર તપસ્વી બાપુની દેરી પાછળ આવેલ પૌરાણિક વડની પૂજા કરી મહિલાઓએ વ્રતસાવિત્રી વ્રતની ઉજવણી કરી - At This Time

લખતર તળાવની પાળ ઉપર તપસ્વી બાપુની દેરી પાછળ આવેલ પૌરાણિક વડની પૂજા કરી મહિલાઓએ વ્રતસાવિત્રી વ્રતની ઉજવણી કરી


લખતર તળાવની પાળ ઉપર તપસ્વી બાપુની દેરી પાછળ આવેલ પૌરાણિક વડની પૂજા કરી મહિલાઓએ વ્રતસાવિત્રી વ્રતની ઉજવણી કરીવ્રતસાવિત્રી વ્રત એટલે સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ સાવિત્રી નામની પતિવ્રતા સ્ત્રીના લગ્ન સત્યવાન નામના કુંવર સાથે થયા હતા સત્યવાનનું આયુષ્ય ખૂબજ ટૂંકું હતું સત્યવાનનું અવસાન થતા સાવિત્રી પોતાના પતિના પ્રાણ લઈ જતા યમરાજ પાછળ પાછળ જઈ સાવિત્રી નામની પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિ પોતાની માતા માટે 100 પુત્ર પોતાને સો પુત્ર થાય તેવું વરદાન માંગી યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનનો પ્રાણ પાછો મેળવી સત્યવાનને જીવિત કર્યો હતો ત્યારથી પતિવ્રતા સ્ત્રી માટે વ્રતસવિત્રીનું વ્રત કરવું જરૂરી છે તેમ શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે જેઠ સુદ પૂનમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ દિવસે મહિલાએ વડના વૃક્ષનું પૂજન કરી સંકલ્પ કરવાનો હોય છે હું વર્તસાવિત્રીનું વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય ત્યારબાદ અબીલ ગુલાલ કંકુ અક્ષત ફૂલથી વડનું પૂજન કરી વડને જળ ચડાવી સુતરના દોરાથી વડની પ્રદીક્ષણા કરી વડને જનોઈ અર્પણ કરી પ્રદીક્ષણા કરતા સમયે નમો વૈવસવતાય નમઃ મંત્રનો જાપ કરી પોતાના પતિ પોતાના કુટુંબના સભ્યના દિરધાયું માટે પ્રાર્થના કરી વ્રત કરવાનું હોય છે ત્યારે લખતર મોતીસર તળાવ પાછળ આવેલ પૌરાણિક વડનું પૂજન કરી લખતર ગામ સહિત ગામડામાંથી આવેલ મહિલાઓએ ધન્યતા અનુભવી હતી

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.