અમરેલીના માધવનગર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર કબજા અંગેની ફરિયાદ
અમરેલીના માધવનગર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર કબજા અંગેની ફરિયાદ
અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલ માધવનગર સોસાયટીના રહેવાસીઓએ સોસાયટીના એક સાર્વજનિક પ્લોટ પર ગેરકાયદેસર કબ્જો કરતાં હોવાનો પત્ર કલેક્ટરને લખ્યો છે. ભરત મકવાણા, દિપેશ પંડ્યા, પરેશ મહેતાએ આ પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, અમે અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલ માધવનગર સોસાયટીના રહેવાસીઓ છીએ. અમારી સોસાયટીમાં એક સાર્વજનિક પ્લોટ આવેલ છે જેનો ઉપયોગ અમે સૌ સોસાયટીના રહેવાસીઓ સમાન રીતે કરીએ છીએ.તાજેતરમાં, અમને જાણ થઈ છે કે અન્ય સોસાયટીના કેટલાક લોકો આ સાર્વજનિક પ્લોટ પર ગેરકાયદેસર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુરુવાર, ૪ જુલાઈ, ૨૦૨૪ ના રોજ, તેઓએ અમારી સંમતિ વગર આ પ્લોટમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ બાબતનો ફોટોગ્રાફ આ સાથે રજૂ કરવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર કબજો અમારા સોસાયટીના રહેવાસીઓના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ પ્લોટનો ઉપયોગ માત્ર માધવનગર સોસાયટીના રહેવાસીઓ માટે જ થવાનો હતો, અને અન્ય સોસાયટીના લોકોનો તેના પર કોઈ અધિકાર નથી. આપ સમક્ષ અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતની તાત્કાલિક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં આ પ્લોટ માટે કોઈપણ સરકારી ગ્રાન્ટ મંજૂર કરતા પહેલા, માધવનગર સોસાયટીના તમામ રહેવાસીઓની સંમતિ લેવામાં આવે તેવી અમારી માગણી છે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.