વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા ચાલતા સેવા કાર્યોમાં પહેલા નોરતાથી વધુ એક વિશેષ સેવાનો વધારો
વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા ચાલતા સેવા કાર્યોમાં પહેલા નોરતાથી વધુ એક વિશેષ સેવાનો વધારોગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર દ્વારા સતત માનવ સેવાના કાર્યો થઈ રહિયા છે ત્યારે ઘણા જ ટૂંકા ગાળામાંશબવાહીની ની સેવા,ભુખ્યાને ભોજન,જરૂરીયાત મંદોને રાશનકીટ ઉપરાંત મેડિકલને લગતા તમામ સાધનો જેમાં વ્હીલચેર, પલંગ,ગાદલા,લેટરીન ચેર,લાકડી,યુરિન બોક્સ,ઓક્સિજન મશીન ઉપરાંત અંતિમ સંસ્કાર માટે સ્મશાન કીટ કાટિયાની એક પણ રૂપિયો લીધા વિના ચોવીસ કલાક લોકોને સેવા આપવામાં આવે છે તેમજ કોઈ વ્યક્તિ પાસેથી કોઈપણ પ્રકારની ડિપોઝીટ કે ભાડુ લેવામાં આવતું નથી આ ઉપરાંત કોઈપણ દર્દીઓને ભોજનની જરૂરિયાત હોય તો એકજ ફોનમાં તેઓ જણાવે તે જગ્યાએ વિનામુલ્યે કોઈપણ જાતની અપેક્ષા વગર ટીફીનની સેવા પૂરી પાડવામાં આવે છે. વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિના આવા લોકસેવાના કાર્યો જોઈ દાતાઓ તરફથી દાનની સરવાણીઓ અવિરત ચાલુ રહે છે થોડા દિવસો પહેલા જ વિસાવદર રામ મંદિર ચોકમાં ચાર રસ્તા ભેગા થાય છે ત્યાં તથા રામજી મંદિર તથા શંકર મંદિર આવેલ છે ત્યાં પાંચ સી.સી.ટીવી.કેમેરા પણ લગાવી પ્રજાના ઉપયોગ માટે ખુલ્લા મુકેલ છે તેમાં વિસાવદર શહેર તથા તાલુકાની જનતાના વિવિધ લોકો દવારા સતત મદદ મળી રહી છે અને દિનપ્રતિદિન સેવા કાર્યોમાં વધારો થઈ રહીયો છે આ ઉપરાંત દરેક ધાર્મિક તહેવારોમાં સરબત વિતરણ જેવા કાર્યો કરવામાં આવે છે તથા ધર્મેન્દ્રભાઈ વિરાણી તથા સુધીરભાઈ વખારીયા દ્વારા પણ ગણપતિ ઉત્સવ સમિતિમાં રહી પોતાના કામધંધા છોડી શબવાહીનીમાં જરૂર પડે ત્યારે ચોવીસ કલાક સેવા આપી રહિયા છે આ સેવા કાર્યોની સુમિતબાગ પરિવાર -રતાગ વાળા તરફથી સબપેટી એક આપવામાં આવેલ છે જેની પણ સેવા પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે આ સંસ્થા દ્વારા સેવા કાર્યો માં વધુ એક ઉમેરો કરવામાં આવશે જેમાં વિસાવદર શહેરમાં કોઈપણ સમાજમાં કોઈ વ્યક્તિના સ્વજનનું મૃત્યુ થાય તેવા પ્રસંગે તેમના ધર પરિવાર પર આવેલ પડેલ આવા દુઃખની ક્ષણોએ તેમના પરિવારના દુઃખમાં સહભાગી થવા અને જે તે ઘરના વ્યક્તિઓ આઘાતમાં હોય અને તેમના ઘરે બહારથી આભડવા આવેલ મહેમાનો સ્વજનો આવેલ હોય તેમના માટે ૧ ટાઇમનું ભોજન ફોન દ્વારા સંખ્યા જણાવે તે મુજબ બપોર અથવા સાંજે જ્યારે જરૂર હોય ત્યારે તેમના ઘર સુધી તૈયાર ભોજન (પ્રસાદ) કોઈપણ જાતનો ચાર્જ કે એકપણ રૂપિયો લીધા વગર નિઃશુલ્ક સેવા પ્રથમ નવરાત્રીથી પહોંચાડવામાં આવશે.
આ અંગે ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદરના પ્રમુખ (૧)સુરેશભાઈ સાદરાણી મો.૯૯૦૪૧ ૬૧૩૦૧
(૨)ગિજુભાઈ વિકમાં
મો.૯૯૦૯૭ ૦૨૫૫૨
(૩) નયનભાઈ જોશી
મો.૯૪૨૬૪ ૪૨૪૧૩
(૪) ધર્મેશભાઈ વીરાણી
મો.૯૪૨૮૮ ૩૬૧૮૬
ઉપર સંપર્ક સાધવા ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદરના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.