રાણપુર ગામે પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત સુધીનાં રોડ ઉપર સતત ઉડતી ઘુળથી લોકો પરેશાન તંત્ર મુક પ્રેક્ષક બની તમાસો જોઈ રહ્યુ છે? - At This Time

રાણપુર ગામે પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત સુધીનાં રોડ ઉપર સતત ઉડતી ઘુળથી લોકો પરેશાન તંત્ર મુક પ્રેક્ષક બની તમાસો જોઈ રહ્યુ છે?


(અસરફ જાંગડ દ્વારા)
રાણપુર તાલુકા યુવા રાણપુર ગામે ની તાલુકા પંચાયત કચેરી અંદાજીત દોઢેક મહીના પહેલા પોલીસ સ્ટેશનથી તાલુકા પંચાયત કચેરી સુધીના મુખ્ય માર્ગ ઉપરનું દબાણ દુર થયા બાદ રસ્તા ઉપર સતત ઘુળ ઉડતી રહે છે. જેના કારણે લોકોને શ્વાસને લગતી તકલીફો વધતી રહે છે આ રસ્તો રાણપુરના હાર્દ સમો મુખ્ય રસ્તો હોય, આ રસ્તા ઉપર અંદાજીત ૩ જેટલી સ્કુલો, મોટાભાગના દવાખાનાઓ, બેન્કો તથા કચેરીઓ આવેલી હોય, લોકોની અવર-જવર થી આ રોડ સતત ઘમઘમતો રહે છે. જેથી તાત્કાલિક આ રસ્તો નવો ન બને ત્યા સુધી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવા આપવા આવે. જો આ સમસ્યાનું દિન-૧૦ માં નિરાકરણ નહી આવે તો અમારે ના છુટકે ગાંધી ચિધ્યા માર્ગે ઉપવાસ ઉતરવાની ફરજ પડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.