સ્પાઈસજેટની 50% ફ્લાઈટ જ ઉડાન ભરી શકશે : હવાઈ મુસાફરી મોંઘી થશે
- ફ્લાઈટ ફિયાસ્કા પ્રકરણમાં DGCAની કડકાઈ : 50% ફ્લાઇટ જ ઓપરેટ કરી શકશે સ્પાઈસજેટઅંમદાવાદ,તા.27 જુલાઈ 2022,બુધવારદેશમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલ વિમાન મુસાફરીની ટેક્નિકલ ખામીઓ સંદર્ભે રેગ્યુલેટર DGCAએ કડકાઈ અપનાવી છે. દેશની ટોચની લો કોસ્ટ એરલાઈન સ્પાઈસજેટ પર પાબંદીઓ લાદી છે.એવિયેશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન(DGCA)એ આજે એક આદેશમાં સ્પાઈસજેટની ફ્લાઈટ પર મર્યાદા મુકી છે. એરલાઈન આગામી 8 સપ્તાહ સુધી કુલ ક્ષમતાના 50% કેપેસિટી સુધી જ ફ્લાઇટ ઓપરેટ કરી શકશે.વિમાનના એન્જિનમાં ખામીથી લઈને વિન્ડ શિલ્ડ તૂટવાની અનેક સમસ્યાયો મુદ્દે DGCA એક્શનમાં આવી હતી. સ્પાઈસજેટના વધતા કિસ્સાઓને પગલે DGCAની ટીમે સ્પોટ મુલાકાત લઈને પણ ચકાસણી કરી આ નિર્દેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્પાઈસજેટ કુલ 263 ફ્લાઈટ દોડાવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.