બોટાદમાં હરણકુઈમા આવેલી નગરપંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ધોરણ 9 અને 10ની મંજૂરી આપવા રહીશો દ્વારા માગ કરાઈ - At This Time

બોટાદમાં હરણકુઈમા આવેલી નગરપંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ધોરણ 9 અને 10ની મંજૂરી આપવા રહીશો દ્વારા માગ કરાઈ


બોટાદમાં હરણકુઈમા આવેલી નગરપંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ધોરણ 9 અને 10ની મંજૂરી આપવા રહીશો દ્વારા માગ કરાઈ

વિસ્તારમાં માધ્યમિક શાળા ન હોવાથી 75 છાત્રોનું ભવિષ્ય બગડશે

બોટાદના શહેર વોર્ડ નં 5/10 વિસ્તાર લગભગ 25 હજારની વસ્તી ધરાવતો હોય અને આ આખો વિસ્તાર મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવે એ શાળામાં બાળકોને શિક્ષણ અપાવી શકે તેવી સ્થિતિમાં નથી જેથી હરણકુઈ વિસ્તારમાં આવેલી નગરપંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં લગભગ 1200 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે
અહી ધોરણ 8 માં અંદાજિત દર વર્ષ 120થી ઉપર ની સંખ્યામાં બાળકો અભ્યાસપૂર્ણ કરે છે પરંતુ ત્યારબાદ આ વિસ્તારમાં એક પણ
માધ્યમિક શાળા ન હોવાના કારણે લગભગ 70 થી 75 જેટલા બાળકો ધોરણ 9 માં ક્યાય એડમિશન લેતા નથી જેમાં કન્યાની સંખ્યા ઘણી વધારે હોય હોવાથી છે જેથી વાલીગણની માગણી છે નજીકમાં એકપણ માધ્યમિક શાળા ન હોવાને કારણે સરકાર ના સુત્ર બેટી બચાવો બેટી પઢાઓ ના સુત્ર ભગીરથ પ્રયત્નોમાં સહભાગી થતાં આ વિસ્તારમાં ધોરણ 9 અને 10 ની માધ્યમિક શાળાની મંજૂરી આપવાની માગણી કરી હતી.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.