મહિસાગર : કડાણા તાલુકામા મુનપુર ખાતે આવેલ શ્રી. યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ માં યોગ્ય ઉંમર ધરાવતા વીદ્યાર્થીઓ ને ટી. ડી.૧૬ રસી આપવામા આવી. - At This Time

મહિસાગર : કડાણા તાલુકામા મુનપુર ખાતે આવેલ શ્રી. યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ માં યોગ્ય ઉંમર ધરાવતા વીદ્યાર્થીઓ ને ટી. ડી.૧૬ રસી આપવામા આવી.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામા મુનપુર ખાતે આવેલ શ્રી. યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કૂલ માં યોગ્ય ઉંમર ધરાવતા વીદ્યાર્થીઓને ટી. ડી.( ટિટેનશ અને ડીફથેરિયા ) ની રસી આપવામા આવી.

આ ટી. ડી.૧૬ ( ટિટેનશ અને ડીફથેરિયા ) ની રસી નો ૧૩૩ દેશો માં ઉપયોગ થઈ રહ્યો છે અને તે ભારતમાં પણ રજૂ કરવામાં આવી રહી છે.
૧૦ વર્ષની ઉંમરે આપવામાં આવતી ટી. ડી. રસી ને "td૧૦" અને ૧૬ વર્ષ ની ઉંમરે આપવામાં આવતી રસી ને "td૧૬" તરીકે ઓળખવામાં આવે છે.
આ રસી ટિટેનશ અને ડીફથેરિયા રોગો સામે રક્ષણ આપે છે તેથી મુનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કેમ્પ નુ આયોજન કરી શ્રી યુ.એચ. ભટ્ટ મેમોરિયલ હાઇસ્કૂલ મુનપુર ખાતે "td ૧૬" રસી આપવામા આવી જેમાં આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારી શ્રી ઓ નાં પ્રોત્સાહન થી ૬૭ વિદ્યાર્થિઓ અને ૬૭ વિદ્યાર્થીનીઓ મળી કુલ ૧૩૪ વીદ્યાર્થીઓ એ રસી મુકાવી હતી.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.
સંપર્ક - ૬૩૫૧૫૦૨૭૯૧


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.