ખાનપુર તાલુકાના સોમાભાઈ પટેલ એ પ્રાકૃતિક ખેતી થકી શાકભાજી અને અનાજનું વેચાણ કરી મેળવી રહ્યા છે બમણી આવક - At This Time

ખાનપુર તાલુકાના સોમાભાઈ પટેલ એ પ્રાકૃતિક ખેતી થકી શાકભાજી અને અનાજનું વેચાણ કરી મેળવી રહ્યા છે બમણી આવક


આજના સમયની માંગ એટલે પ્રાકૃતિક ખેતી. જયાં એક તરફ રાસાયણિક ખાતર થકી અનેક બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે અને ઉત્પાદન પણ ઘટી રહ્યું છે ત્યારે આજના સમયે ફરી પ્રાકૃતિક ખેતી તરફ વળી જમીનની ગુણવત્તા જાળવી રાખવી ખૂબ જરૂરી છે. જેમ જંગલમાં કોઈ પણ રાસાયણિક ખાતરની જરૂર નથી પડતી તેવી જ રીતે આપણા ખેતરમાં પણ આપડે રાસાયણિક ખાતર વગર પ્રાકૃતિક ખેતી થકી વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ.

આવા જ એક મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોકમસિંહના ભેવાડા ગામના સોમાભાઈ પટેલ જણાવે છે કે પેહલા અમે રાસાયણિક ખેતી કરતા હતા પછી મને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતનાં પુસ્તક થકી પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મળી અને મે પણ પ્રાકૃતિક ખેતી કરવાનું વિચાર્યું ત્યારબાદ મે પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મેળવી.

પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યા બાદ મે મારા ખેતરમાં ૧૪ પ્રકારના શાકભાજી, ડાંગર,મકાઈ, મગ, મગફળી,જુવાર,બાજરી, જામફળ, આંબા સહિત અનેક પાકો કરી જિલ્લામાં દર અઠવાડિયે ભરાતા પ્રાકૃતિક સ્ટોલ પર વેચાણ કર્યું અને પ્રાકૃતિક પાકોના મને ડબલ આવક મળી.

આ ઉપરાંત મને સરકાર તરફથી મોડેલ ફાર્મ અંતર્ગત ૧૩,૫૦૦ સબસિડી મળી અને દર મહિને ગાય નિભાવવા ખર્ચ અંતર્ગત ૯૦૦ રૂપિયા મળે છે.

હું દરેક લોકોને અપીલ કરું છું કે જેમ મે પ્રાકૃતિક ખેતી કરી મારી આવકમાં વધારો કર્યો તે રીતે દરેક લોકોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને જેરમુક્ત પાકોનું વાવેતર કરવું જોઈએ.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.