એમ.એસ.એમ.ઈ. વિકાસ કાર્યાલય રાજકોટ દ્વારા ૨૨મીથી એક્સપોર્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ શરૂ થશે વહેલા તે પહેલાના ધોરણે અરજી કરી શકાશે ૨૨મી સુધી ફી ભરી શકાશે - At This Time

એમ.એસ.એમ.ઈ. વિકાસ કાર્યાલય રાજકોટ દ્વારા ૨૨મીથી એક્સપોર્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ શરૂ થશે વહેલા તે પહેલાના ધોરણે અરજી કરી શકાશે ૨૨મી સુધી ફી ભરી શકાશે


રાજકોટ તા. ૧૫ જુલાઈ ભારત સરકાર સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના એમ.એસ.એમ.ઈ. વિકાસ કાર્યાલય-રાજકોટ દ્વારા નિકાસ દસ્તાવેજીકરણ અને પ્રક્રિયા પર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ૨૨મી જુલાઈથી શરૂ થવા જઈ રહ્યો છે. જેના માટે વહેલા તે પહેલાના ધોરણે અરજી કરી શકાશે.
સંસ્થાની યાદીમાં જણાવાયા પ્રમાણે, ૨૨મી જુલાઈથી ૨૬મી જુલાઈ સુધી આ બેચ ચાલશે. આ પ્રોગ્રામ માટે દસ્તાવેજો તથા ફી જમા કરવાની છેલ્લી તારીખ ૨૨મી જુલાઈ છે. આ પ્રોગ્રામમાં એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગ સાહસિકો, તેમના વ્યવસ્થાપક-સુપર વાઈઝર કર્મચારીઓ ભાગ લઈ શકશે.
આ પ્રોગ્રામમાં એક્ઝિમ ટ્રેડ, વિદેશ વેપાર નીતિ, આંતરરાષ્ટ્રીય વેપાર દસ્તાવેજો, લેન્ડિંગ બિલ, નિકાસ વેચાણ કરાર અને ક્રેડિકનો લેટર, નિકાસ નાણા અને જોખમ વ્યવસ્થાપન, આંતરરાષ્ટ્રીય વેપાર લોજિસ્ટિક, માલ પ્રેષણ, સમુદ્રી કાર્ગો વીમા અને દાવા, નિકાસ ક્રેડિટ ગેરંટી યોજના, કસ્ટમ દસ્તાવેજીકરણ અને ક્લિયરન્સ, એમ.એસ.એમ.ઈ.-કેન્દ્ર સરકારની યોજનાઓ, ગુજરાત સરકારની યોજનાઓ વિષયોનું પ્રશિક્ષણ આપવામાં આવશે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.