ગુજરાત પ્રદેશ સૌરાષ્ટ્ર ઝોનના પ્રશિક્ષણમાં બોટાદ-અમરેલી જિલ્લાના તાલુકા સદસ્યોના રજીસ્ટ્રેશન-નોંધણી કરવામાં આવી
બોટાદ અમરેલી જિલ્લાના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યોના પ્રશિક્ષણ વર્ગ પાળીયાદ ખાતે બોટાદના યજમાનપદે આયોજિત કરવામા આવ્યો
ગુજરાત પ્રદેશ સૌરાષ્ટ્ર ઝોનના પ્રશિક્ષણમાં બોટાદ-અમરેલી જિલ્લાના તાલુકા સદસ્યોના રજીસ્ટ્રેશન-નોંધણી કરવામાં આવી.અતિથિ વિશેષ સદસ્યોનું બોટાદ જિલ્લાની બહેનો દ્વારા સુંદર મજાની રંગોળી દોરી તેમજ કંકુ-તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.તાલુકા પંચાયત પ્રશિક્ષણ વર્ગની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ ગાવામાં આવ્યું.ઉપરાંત ઉપસ્થિત વિશેષ આમંત્રિત મહેમાનોનું ખેસ પહેરાવી,શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.તેમજ વિવિધ હોદ્દેદારો દ્વારા પાર્ટીનો ઇતિહાસ,વિકાસ અને વિચારધારા સહિત વિષય પર માર્ગદર્શન આપ્યુ,તાલુકા પંચાયત સદસ્યોના પ્રશિક્ષણ વર્ગમાં કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા તથા વિસામણ બાપુની જગ્યા,પાળીયાદના મહંત નિર્મળાબા,જગ્યાના સંચાલક ભયલુબાપુ તેમજ બોટાદ જિલ્લા પ્રભારી ભરતભાઈ આર્ય,સહીત બોટાદ-અમરેલી જિલ્લાના તમામ તાલુકા પંચાયતના સદસ્યો તથા વ્યવસ્થા સાથે સંકળાયેલા બોટાદ જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.