જસદણ આટકોટ રોડ એક તરફ આરસીસી રોડ બીજી તરફ ડામર રોડ કેમ? જાગૃત નાગરિકોની ચર્ચા - At This Time

જસદણ આટકોટ રોડ એક તરફ આરસીસી રોડ બીજી તરફ ડામર રોડ કેમ? જાગૃત નાગરિકોની ચર્ચા


જસદણ આટકોટ રોડ એક તરફ આરસીસી રોડ બીજી તરફ ડામર રોડ કેમ? જાગૃત નાગરિકોની ચર્ચા

ગુજરાત સરકાર સ્વચ્છ ગુજરાત મિશન અંતર્ગત જ્યારે જે અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે જસદણ શહેરમાં રોડ બાબતે ચર્ચાનો વિષય બન્યો છે જેમાં એસટી બસ સ્ટેન્ડ થી લઈ જીઆઇડીસી સુધી એક તરફ આરસીસી રોડ છે ત્યારે બીજી તરફ ડામર રોડ છે બીજું જોવા જઈએ તો જસદણ શહેરમાં આટકોટ રોડ ઉપર અનેક ખાડાઓ અને રોડની હાલત ખરાબ થઈ છે તસવીરમાં જોતા મુજબ દેખાઈ આવે છે કે તંત્રની ક્યાંક ને ક્યાંક બેદરકારી અને કોન્ટ્રાકટરની મિલીભગત હોય તેવું દેખાઈ રહ્યું છે. આ રોડ બનાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાસ થયેલ હતી પણ એક જ બાજુ આરસીસી રોડ કેમ્ છે ? તેવી જાગૃત નાગરિકોની મુખે ચર્ચાઓ થઈ રહી છે. અને હાલ ચોમાસાની સિઝનમાં અનેક વિસ્તારોમાં કચરાઓના ઢગલાઓ જોવા મળે છે ત્યારે તંત્રને આ કામ કરવાની આળસ થતી હોય તેવું દેખાઈ રહ્યું છે જેમાં જસદણમાં નવા બસ સ્ટેશન પાસે પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત મેડિકલ આવેલું છે તેની સામે કચરાના ડબ્બા મુકેલા હતા તે પણ લઈ લેવાતા કચરો બધા ખુલ્લામાં ફેંકી રહ્યા છે આટકોટ રોડ ઉપર પાણીના ટાંકા પાસે કચરાના ઢગલાઓ જોવા મળે છે તેવામાં હાલ ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જસદણ પંથકમાં પધારી રહ્યા છે ત્યારે શું જસદણમાં જ્યાં જ્યાં કચરાઓ ઢગલાં પડ્યા છે ત્યાં દરેક જગ્યાની મુલાકાત કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે જેથી આ કુંભકરણ તંત્ર જાગે અને કામગીરી ઉપર પૂરું ધ્યાન આપી શકે.

Report Rasik visavaliya Jasdan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.