બાવળા બગોદરા હાઈવે પર આવેલીઅતુલ ઓટો લિમિટેડ નાં વર્કરો ની હડતાળ - At This Time

બાવળા બગોદરા હાઈવે પર આવેલીઅતુલ ઓટો લિમિટેડ નાં વર્કરો ની હડતાળ


બાવળા નાં રાનેશર ગામ નજીક આવેલ અતુલ ઓટો લિમિટેડ કંપની નાં 250 થી વધારે વર્કરો આજે સવારથી કંપનીના ગેટની બહાર હડતાલ ઉપર ઉતરીયા હતા જેમાં વર્કર હોય એ જણાવ્યું હતું કે કંપની દ્વારા અમને સરકારી મુજબ પગાર વધારો કરવામાં આવેલ નથી અને અમને હક રજા , પગાર વધારો, બોનસ, જેવું આપવામાં આવતું નથી
અને કંપની ની કેંટિંગ માં જમવાનું સારું આપવામાં આવતું નથી જમવામાં કીડા મકોડા ગણી વખત જોવા માં આવેલ છે જબરદસ્તી થી ઓવર ટાઇમ માં રોકવામાં આવે છે જો નાં કહીએ તો કાલથી નાં આવતાં તેવું જાણવામાં આવે છે અને બીજી કંપની મા ઓવર ટાઇમ નાં પગાર કર્તા વધારે પૈસા આપવામાં આવે છે જ્યારે અતુલ માં કોઈ પણ જાતનો વધારે પગાર આપવામાં આવતો નથી
H.R. અને સુપર વાઇજર ગેરવર્તન થી વાત કરે છે
આવિ રીતના આક્ષેપ વર્કારો દ્વારા કંપની ઉપર લગાવવામાં આવ્યાં છે
જ્યારે અમે કંપની નાં HR મલાઈ ભાઈ ને મળીયા તો તેમણે જણાવેલ કે કંપની બધા વર્કરો નું ધ્યાન રાખે છે કોઈ ને જબરદસ્તી ઓવર ટાઇમ માટે રોકવામાં નથી આવતાં અને સરકાર મુજબ જે જાહેર કરવામા આવ્યુ છે કે વર્કર ને 441 રૂપીયા હાજરી આપવી તો અમે જે વર્કર નો પગાર 441 થી ઓછો હતો તે બધા ને પગાર વધારી 441 કરી દેવામાં આવ્યો છે એને કેંતીંગ નાં જમવામાં જે કોઈ વખત લાઈટ કે વરસાદ નાં કારણે કંઈ જીવ જંતુ પડી જતું હોય છે
અમે આ બાબત નો ઇન્ટરવ્યૂ દેવા માટે H R ને જણાવેલ તો તેમણે નાં કહેલ અને કિધેલ કે આ વર્કરો કોન્ટ્રાક્ટ માં આવે છે તો આના વિશે આપને અમે ઇન્ટરવ્યૂ આપી શકશુ નહીં
આ બાબતે અમે ત્યાંના કોન્ટ્રાકર ને જવાબ આપવાં જણાવેલ પણ કોન્ટ્રાકટર પણ જવાબ આપવા નો ઇનકાર કરેલ હતો
વર્કરો ની માગણી છે કે અમને હક રજા મળે, પગાર માં 89 રૂપિયા નો જે વધારો કરવામા સરકાર દ્વારા કરવામા આવ્યો છે તે અમને મળે, જબરદસ્તી ઓવર ટાઇમ નાં કરાવામાં આવે અને ઓવર ટાઇમ નાં પગાર માં વધારો કરવામા આવે, જુના માણસો ને કાયમિક કરવામા આવે જેવી વર્કરો દ્વારા માગણી કરવામા આવી રહી છે

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.