ગઢડા તાલુકાના અનિડા ગામે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શાળાની બહાર અને આસપાસના માર્ગો પર સફાઈ અભિયાન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં લોકો સ્વચ્છાગ્રાહી બને તે માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાં ગત તા. ૧૭થી સ્વચ્છતા હી સેવા અભિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં રોજબરોજ વિવિધ સ્વચ્છતાને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઢડા તાલુકાના અનિડા ગામે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત શાળાની બહાર અને આસપાસના માર્ગો પર ગ્રામ પંચાયત દ્વારા લોક ભાગીદારી થકી સફાઈ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં ગ્રામજનો હરખભેર સહભાગી બન્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.