બ્રિટનના ગુરુદ્વારામાં શ્રદ્ધાળુઓ પર કિરપાણથી હુમલો:2 પંજાબી યુવતીઓ ઘાયલ, માથુ ટેકવાના બહાને આવ્યો હતો સગીર; પોલીસે ઇલેક્ટ્રીક શોક આપી પકડ્યો - At This Time

બ્રિટનના ગુરુદ્વારામાં શ્રદ્ધાળુઓ પર કિરપાણથી હુમલો:2 પંજાબી યુવતીઓ ઘાયલ, માથુ ટેકવાના બહાને આવ્યો હતો સગીર; પોલીસે ઇલેક્ટ્રીક શોક આપી પકડ્યો


બ્રિટનના ગ્રેવસેન્ડમાં આવેલા ગુરુદ્વારામાં હેટ ક્રાઇમનો મામલો સામે આવ્યો છે. અહીં એક 17 વર્ષના સગીરે શ્રદ્ધાળુઓ પર કિરપાણથી હુમલો કર્યો. જેમાં બે પંજાબી યુવતીઓ ઘાયલ થઈ છે. તેમને હાથ અને ખભા પર ઈજાઓ થઈ છે. પોલીસે શ્રદ્ધાળુઓની મદદથી આરોપીને ઝડપી લીધો છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. તેના કપાળમાંથી લોહી નીકળતું હતું. હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. આરોપી સગીર બ્રિટિશ નાગરિક છે. ઘટના ગ્રેવસેન્ડ સ્થિત ગુરુ નાનક દરબાર ગુરુદ્વારામાં ગુરુવારે સાંજે (યુકે સમય મુજબ) પ્રકાશમાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુ ગુરુદ્વારા પરિસરમાં શીશ નમાવી રહ્યા હતા. આ દરમિયાન આરોપી સગીર શીખ શ્રદ્ધાળુ તરીકે ગુરુદ્વારા પરિસરમાં પ્રવેશ્યો હતો. તેણે માથું નમાવતાં સમયે ત્યાં રાખેલી કિરપાણ ઉપાડી. કિરપાણ લઇને તે ત્યાં હાજર શ્રદ્ધાળુઓ તરફ આગળ વધ્યો અને તેમના પર હુમલો કરવા લાગ્યો. બે પંજાબી યુવતીઓ થઈ ઘાયલ
આ ઘટનામાં બે પંજાબી યુવતીઓ ઘાયલ થઈ છે. એક છોકરીના હાથ પર ઈજા થઈ હતી, જ્યારે બીજી છોકરીના હાથ અને ખભામાંથી લોહી વહી રહ્યું હતું. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. યુવતીઓનું કહેવું છે કે જો તેમને સગીર આરોપીને કાબૂમાં ન કર્યો હોત તો તે તેમને મારી નાખત. તે ગુરુદ્વારા પરિસરમાં હત્યા કરવાના ઇરાદે આવ્યો હતો. પોલીસે આરોપીને આપ્યો ઇલેક્ટ્રિક શોક
ઘટના બાદ ગુરુદ્વારા પરિસરમાં હાજર શ્રદ્ધાળુઓની ભીડ સગીરને રોકવા આગળ વધી હતી. ગુરુદ્વારા પરિસરની બહાર ઉભી રહેલી પોલીસ પણ તાત્કાલિક એક્શનમાં આવી અને સગીરને કાબૂમાં લીધો. આ દરમિયાન તેને ઇલેક્ટ્રિક શોક પણ આપવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર એક સ્થાનિક રહેવાસીએ કેન્ટ પોલીસને ઘટના અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ઘટનાના થોડા સમય બાદ એર એમ્બ્યુલન્સ ગુરુદ્વારા મેદાનમાં ઉતરી હતી અને ઘાયલોને સુવિધા પૂરી પાડી હતી. સાંસદ ડૉ. સુલિવને દુઃખ વ્યક્ત કર્યું
ગ્રેવસેન્ડના લેબર સાંસદ ડૉ. લોરેન સુલિવને જણાવ્યું હતું કે તે ગુરુદ્વારામાં બનેલી ઘટનાથી આઘાત અને દુ:ખી છે. તેમની સંવેદના ઘાયલ લોકો, તેમના પરિવારો અને સમુદાય સાથે છે. તેમણે તાત્કાલિક પગલાં લેવા બદલ સ્થાનિક વહીવટીતંત્રનો આભાર માન્યો હતો. શીખ ધર્મમાં કિરપાણનું મહત્વ
કિરપાણને શીખ ધર્મના પાંચ કકારોંનું એક ગણવામાં આવે છે. 1699માં જ્યારે ગુરુ ગોવિંદ સિંહજીએ ખાલસા પંથની સ્થાપના કરી, ત્યારે પાંચ કકાર કેશ (કાપ્યા વગરના વાળ), કડુ (સ્ટીલ બ્રેસલેટ), કિરપાણ, કચેરા (અંડરશોર્ટ્સ) અને કાંસકો ફરજિયાત બનાવવામાં આવ્યા હતા. શીખો માટે કિરપાણ આત્મરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. ગુરુ ગોવિંદ સિંહજીએ શીખોને હંમેશા જરૂરિયાતમંદોની સુરક્ષા માટે તૈયાર રહેવાની શીખ આપી હતી. શીખો માટે કિરપાણને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.