વડોદરા: કોર્પોરેશનને સ્વર્ણિમ ગુજરાત સહિત વિવિધ સહાયમાંથી વિકાસના કાર્યો થયા - At This Time

વડોદરા: કોર્પોરેશનને સ્વર્ણિમ ગુજરાત સહિત વિવિધ સહાયમાંથી વિકાસના કાર્યો થયા


વડોદરા,તા.8 જુલાઈ 2022,શુક્રવારવડોદરા કોર્પોરેશનને વર્ષ 2021-22માં મળેલી કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી વિવિધ ગ્રાન્ટ પેટે સૌથી વધુ રકમ સ્વર્ણિમ ગુજરાત ની ગ્રાન્ટમાં વાપરવામાં આવી હતી પરંતુ એકંદરે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો અન્ય ગ્રાન્ટની સરખામણીમાં આ રકમ ઓછી છે. કોર્પોરેશનને વિવિધ પ્રજાલક્ષી કામગીરી કરવા સ્થાનિક વેરા ઉપરાંત રાજ્ય સરકાર તરફથી તથા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. જેમાં મળેલ અલગ અલગ ગ્રાન્ટની રકમમાં લોકોને લાભ થતી કામગીરી હાથ ધરાતી હોય છે. સમગ્ર કામગીરી પર એક નજર નાખીએ તો વર્ષ 2021-22માં કોર્પોરેશનને ધારાસભ્યોની ગ્રાન્ટ પેટે કુલ રૂપિયા 7.20 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી રૂપિયા 9 કરોડની ગ્રાન્ટ વાપરી શકાય હતી. એવી જ રીતે, સંસદ સભ્ય માટે રૂપિયા 1.10 કરોડની મળેલી ગ્રાન્ટ પૈકી રૂપિયા એક કરોડ વપરાયા હતા. પ્રોફેશનલ ટેક્સ (વ્યવસાય વેરા) પેટે મળેલા ફૂલ રૂપિયા 22.80 કરોડ સામે રૂપિયા 15.55 કરોડ ઉપયોગમાં લેવાઈ ચૂક્યા હતા. સરકાર તરફથી કોર્પોરેશનને મળેલ વિવિધ ગ્રાન્ટ પૈકી સૌથી વધુ સ્વર્ણિમ ગ્રાન્ટની રકમ પ્રાપ્ત થઈ છે જે વર્ષ દરમિયાન કુલ 236.39 કરોડ છે જે પૈકી કોર્પોરેશને નોંધપાત્ર 175.20 કરોડ રકમનો ઉપયોગ કરી દીધો છે. ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન અંતર્ગત મળેલા રૂપિયા 41 કરોડ પૈકી માત્ર 7.30 કરોડની રકમ વાપરી શકાઇ છે. અર્બન હેલ્થ સેન્ટર ગ્રાન્ટ અંતર્ગત મળેલા રૂપિયા 8.20 કરોડ પૈકી 9.20 કરોડ વપરાયા છે. અહીં સરકાર તરફથી મળેલ ગ્રાન્ટથી વધુ રકમ વપરાઇ છે. જેમાં સંબંધિત ગ્રાન્ટના ખર્ચમાં અગાઉના વર્ષમાં મળેલ ગ્રાન્ડ પૈકી જે રકમ વણ વપરાયેલી એટલે કે ઉપયોગમાં નથી લેવાયેલી તેવી રકમ આગામી વર્ષે પ્રાપ્ત થતી હોય છે, એટલે કે અગાઉના વર્ષમાં ન વપરાયેલી રકમ ગત નાણાકીય વર્ષમાં વાપરી શકાઈ છે. તેથી ફાળવેલ ગ્રાન્ટ કરતાં વધુ ખર્ચ તેમાં થઈ શક્યો છે. પંદરમાં નાણાપંચ હેઠળ કુલ રૂપિયા 52.20 કરોડ સામે 54 કરોડ, મિસલનીયસ ગ્રાન્ટ પેટે 2.30 કરોડ સામે 70 લાખનો ખર્ચ થયો છે. આ રકમ વિવિધ ગ્રાન્ટ પૈકી સૌથી ઓછી વપરાયેલી છે. જન ભાગીદારી અંતર્ગત મળેલ 20.56 કરોડ સામે 8.50 કરોડ વાપરી શકાય છે. નેશનલ અર્બન લાયબલી અંતર્ગત મળેલા 6.50 કરોડ સામે 7 કરોડ વાપરી શકાયા છે. રાજીવ આવાસ યોજના અંતર્ગત કોર્પોરેશનને મળેલા માત્ર 2.30 કરોડ સામે નોંધપાત્ર 14.50 કરોડની રકમ વપરાઈ શકી છે.તેવી જ રીતે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રાપ્ત થયેલા 29.25 કરોડ સામે 33.50 કરોડ, મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત મળેલા 58.90 કરોડ સામે માત્ર 22 કરોડ વાપરી શકાય છે. કોર્પોરેશનને અલગ અલગ ગ્રાન્ટ પેટે મળેલા કુલ રૂપિયા 488.70 કરોડ સામે 446.15 કરોડ લોક સુવિધામાં વાપરી શકાયા છેચાલુ વર્ષે કોર્પોરેશનને અમૃત યોજના હેઠળ કોઈ નાણાની ફાળવણી કરવામાં આવી નથી તેમ છતાં કોર્પોરેશને 88.70 કરોડનો નોંધપાત્ર ખર્ચ કર્યો છે. જેમાં અગાઉના નાણાકીય વર્ષમાં પડેલ રકમ અહીં વપરાઈ હોય તેવું અનુમાન છે. જન ભાગીદારીવાળા આવાસ તથા અન્ય યોજનાઓમાં લાભાર્થી ફાળાને પણ ગ્રાન્ટ આવક તરીકે ગણિ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષે અગાઉના વર્ષ કરતાં વધુની રકમ ફાળવાય તેવું રાજકીય અનુમાન છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.