નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધીની પૂછપરછના વિરોધમાં ઉતરેલા રાહુલ ગાંધી સહિત અમુક કોંગ્રેસ સાંસદની અટકાયત - At This Time

નેશનલ હેરાલ્ડ કેસ: સોનિયા ગાંધીની પૂછપરછના વિરોધમાં ઉતરેલા રાહુલ ગાંધી સહિત અમુક કોંગ્રેસ સાંસદની અટકાયત


- રાજસ્થાન, છત્તીસગઢ સહીત અનેક રાજ્યોમાં પણ કોંગ્રેસ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છેનવી દિલ્હી, તા. 26 જુલાઈ 2022, મંગળવારકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં ED પૂછપરછ કરી રહી છે. આજે ED દ્વારા તેમની પૂછપરછનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ દરમિયાન કોંગ્રેસે રસ્તા પર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખુદ રાહુલ ગાંધીએ કોંગ્રેસના સાંસદો સાથે સંસદભવનમાં ગાંધી પ્રતિમાથી વિજય ચોક કૂચની જાહેરાત કરી હતી અને વિજય ચોક ખાતે ધરણા પર બેસી ગયા હતા. બીજી તરફ દિલ્હી પોલીસ પણ એક્ટિવ થઈ ગઈ છે અને રસ્તા પરથી જામ હટાવવા માટે કોંગ્રેસના સાંસદોને કસ્ટડીમાં લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધીને પણ વિજય ચોક પરથી જબરજસ્તી ઉઠાવીને લઈ ગઈ હતી. અહેવાલ પ્રમાણે આ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જો મેં કંઈ ખોટુ કર્યું તો પછી મારી સામે કેસ દાખલ કરો. પોલીસે રાહુલ ગાંધી ઉપરાંત સાંસદ રંજીત રંજન, કેસી વેણુગોપાલ, મણિકમ ટાગોર, ઈમરાન પ્રતાપગઢી અને કે. સુરેશને કસ્ટડીમાં લીધા છે. સોનિયા ગાંધીના પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. આ ઉપરાંત રાજસ્થાન, છત્તીસગઢ સહીત અનેક રાજ્યોમાં પણ કોંગ્રેસ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. દિલ્હી પોલીસે રાજઘાટ પર કોંગ્રેસને વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી ન હતી અને આ વિસ્તારમાં ધારારા 144 લાગુ કરવામાં આવી છે. કોંગ્રેસના સાંસદોનું કહેવું છે કે, પ્રદર્શનને પણ મંજૂરી ન આપવી એ આપણા લોકતાંત્રિક અધિકારોનું ઉલ્લંઘન છે.કસ્ટડીમાં લેતા પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસના સાંસદો અહીં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા પર ચર્ચા કરવા માટે ભેગા થઈ રહ્યા છે. પોલીસ અમને અહીં બેસવા દેતી નથી. અમને સંસદમાં વાત કરવા દેવામાં આવી રહી નથી અને અહીં અમારી ધરપકડ કરવામાં આવી રહી છે.  રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓને કસ્ટડીમાં લઈને કિંગ્સવે પોલીસ કેમ્પમાં રાખવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.