મોંઘવારી મુદ્દે દર્શનાર્થે પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોની અટકાયત થતા વિવાદ - At This Time

મોંઘવારી મુદ્દે દર્શનાર્થે પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોની અટકાયત થતા વિવાદ


વડોદરા,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારમોંઘવારીથી લોકોને છુટકારો મળે તેવી પ્રાર્થના માટે શહેરના હરણી મોટનાથ મહાદેવના મંદિરે પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરતા વિવાદ સર્જાયો છે લોકોને મોંઘવારીથી મુક્તિ મળે અને સત્તાધારી પક્ષને સદબુદ્ધિ મળે તેવા નીર્ધાર સાથે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વીજ જોષી શહેરના હરણી રોડ ખાતે આવેલા મોટનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા. આ સમયે મોંઘવારી બેનર સાથે કાર્યક્રમનું આયોજન કરતા પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા અમીબેન રાવત, સહિત કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરતા વિવાદ થયો હતો. આ મુદ્દે ધાર્મિક લાગણી દુબઈ હોવાના આક્ષેપ કોંગ્રેસ પ્રમુખે કર્યા હતા. સાથે જણાવ્યું હતું કે હિન્દુત્વની વાતો કરતી સરકાર દર્શન મુદ્દે પણ પોલીસ તંત્રને આગળ કરી કાયદાઓનું પણ ઉલ્લંઘન કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.