બોમ્બની ધમકી છતાં પ્લેન કલાકો સુધી ઊડતું રહ્યું:વિસ્તારા લંડન-દિલ્હી ફ્લાઇટના ટોઇલેટમાં મળ્યો ધમકીભર્યો ટિસ્યૂપેપર; પેસેન્જરે કહ્યું- આખો રસ્તો ડરતાં ડરતાં પસાર કર્યો - At This Time

બોમ્બની ધમકી છતાં પ્લેન કલાકો સુધી ઊડતું રહ્યું:વિસ્તારા લંડન-દિલ્હી ફ્લાઇટના ટોઇલેટમાં મળ્યો ધમકીભર્યો ટિસ્યૂપેપર; પેસેન્જરે કહ્યું- આખો રસ્તો ડરતાં ડરતાં પસાર કર્યો


લંડનથી દિલ્હી આવી રહેલી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઈટ UK 18માં બોમ્બ એલર્ટના સમાચાર મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે આ સમાચાર ખોટા હોવાનું બહાર આવતાં શોધખોળ હાથ ધરવામાં આવી ત્યાં સુધી મુસાફરોમાં ગમગીની છવાઈ ગઈ હતી. મુસાફરે કહ્યું- આખી યાત્રા ડરના માર્યા પસાર થઈ. બુધવારે ફ્લાઈટ દિલ્હી પહોંચે એના 3.30 કલાક પહેલાં બોમ્બની માહિતી મળી હતી. કોઈએ ટિસ્યૂપેપર પર લખીને ટોઈલેટમાં ચોંટાડી દીધું કે ફ્લાઈટમાં બોમ્બ છે. ફ્લાઈટ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આખી ફ્લાઈટ અને પેસેન્જર્સની તપાસ કરવામાં આવી હતી. ક્રૂ-મેમ્બરે ટિસ્યૂ પેપર કાઢ્યા અને પછી દરેક પેસેન્જરના સામાનની તપાસ કરવામાં આવી. જોકે એમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. આ ફ્લાઈટમાં 300 મુસાફર અને ક્રૂ-મેમ્બર સવાર હતા. ક્રૂ-મેમ્બરે દરેક પેસેન્જરનો સામાન ચેક કર્યો, પરંતુ કંઈ મળ્યું નહીં ફ્લાઇટની બહાર કેબિન લગેજનું સ્કેનિંગ 3 કલાક સુધી તપાસ અને પૂછપરછ ચાલુ રહી
લગભગ 11.20 વાગ્યે ફ્લાઈટ લેન્ડ થયા બાદ તપાસ અને પૂછપરછ ચાલી રહી હતી. તમામ મુસાફરોને બપોરે 2.30 વાગ્યા સુધી ત્યાં જ બેસાડવામાં આવ્યા હતા. કનેક્ટિંગ ફ્લાઇટ્સ પર મુસાફરી કરનારાઓ માટે શું વ્યવસ્થા કરવામાં આવશે એ અંગે કોઈને જાણ કરવામાં આવી ન હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.