જૂનાગઢ ના ભેસાણ માં ધોધમાર વરસાદ ભેસાણ નો ઉબેણ ડેમ થયો ઓરફ્લો અને અન્ય ડેમો પણ થયા ઓવરફ્લો... - At This Time

જૂનાગઢ ના ભેસાણ માં ધોધમાર વરસાદ ભેસાણ નો ઉબેણ ડેમ થયો ઓરફ્લો અને અન્ય ડેમો પણ થયા ઓવરફ્લો…


. જૂનાગઢ ના ભેસાણ માં ધોધમાર વરસાદ ભેસાણ નો ઉબેણ ડેમ થયો ઓરફ્લો અને અન્ય ડેમો પણ થયા ઓવરફ્લો...જૂનાગઢ ના ભેસાણ તાલુકા નો સવથી મોટો ડેમ ઉબેણ થયો ઓવરફ્લો જેમાં ભેસાણ 6ના મોટા ગુજરિયા ડેમ તેમજ જિલ્લા પંચાયત સંચાલિત પસવાળા ડેમ થયા ઓવરફ્લો જેમાં ગુજરાત રાજ્ય માં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભેસાણ નો ઉબેણ ડેમ માં વહેલી સવાર ના પાંચ વાગ્યા થી સવારના સાત વાગ્યા સુધી મા ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસ્યો જેને લઇ ભેસાણ ના તમામ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે જેને લઇ લોકો મા ભારે ખુશી જોવા મળી હતી જેમાં જૂનાગઢ જિલ્લા ના ભેસાણ તાલુકા ના ભાટગામ પાસે આવેલ ઉબેણ સિંચાઇ યોજના જળાશય માં ઉપરવાસ મા ભારે વરસાદ ને લઇ મોટા પ્રમાણમાં પાણી ની આવક જોવા મળી હતી અને ડેમ સવા મીટર ની સપાટી એ ઓવરફ્લો થયો હતો જેને લઇ સિંચાઇ ના અધિકારી ઓ દ્વારા નીચાણ વાળા વિસ્તાર ને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી ના પટ મા ખોટી અવર જવર ન કરવા જણાવ્યું હતું જેમાં સિંચાઇ વિભાગ ના અધિકારી સતત મોનીટરીંગ કરી રહ્યા છે અને સાવ ચેત રહેવા સૂચના અપાઈ છે આ ઉબેણ હેઠળ કુલ 17 ગામો આવેછે જેમાં ભેસાણ ના બે ગામ જેતપુર ના 4 ગામ તેમજ જૂનાગઢ ના 9 ગામ તેમજ વંથલી ના 3 ગામ નો સમાવેશ થાય છે આ તમામ ગામો ને સાવચેત રહેવા સૂચના અપાઇ ગઇ છે જેમાં મોટા ગુજરિયા નો ડેમ તેમજ પસવાળા નો ડેમ ઓવરફ્લો થવા થી ખેડૂતો મા ભારે ખુશી ની લહેર જોવા મળી હતી જેમાં ભેસાણ પંથક માં આજ નો પાંચ ઈચ વરસાદ પડ્યો છે અને ચોમાસાની સરૂઆત થી લઈને આજ ના દિવસ સુધી નો કુલ વરસાદ 29 ઇચ જેવો પડ્યો છે અને ખેડૂતો અને જનતા એ ભગવાન નો આભાર વ્યકત કર્યો હતો. રિપોર્ટ.. કાસમ હોથી... ભેસાણ...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.