દિલ્હી પ્રદૂષણ- 4 વિસ્તારોમાં AQI 400ને પાર:કેન્દ્રીય કર્મચારીઓને સૂચના- અલગ-અલગ સમયે ઓફિસ આવો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો - At This Time

દિલ્હી પ્રદૂષણ- 4 વિસ્તારોમાં AQI 400ને પાર:કેન્દ્રીય કર્મચારીઓને સૂચના- અલગ-અલગ સમયે ઓફિસ આવો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો


શુક્રવારે પણ દિલ્હી દેશનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું. રાજધાનીના આનંદ વિહાર, બવાના, મુંડકા અને વજીરપુરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 400ને પાર કરી ગયો હતો. જો કે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) અનુસાર, સવારે 7 વાગ્યે સરેરાશ એક ક્વોલિટી ઈન્ડેક્સ 371 નોંધાયો હતો, જે બે દિવસ પહેલા બુધવારે 419ના AQI કરતાં થોડો સારો છે. કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને અલગ-અલગ સમયે કામ કરવાની સૂચના આપી છે જેથી પ્રદૂષણ ઘટાડી શકાય. કર્મચારીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. આ પહેલા દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)એ પણ તેમની ઓફિસના સમયમાં ફેરફાર કર્યો છે. NMDCએ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે રાત્રિ સફાઈ અભિયાન શરૂ કર્યું. આ અંતર્ગત ઘણા વિસ્તારોમાં સફાઈ કામદારો રાત્રે સફાઈ કરતા જોવા મળ્યા હતા. દિલ્હીની 3 તસવીરો... જો GRAP 3 અને 4 લાગુ થશે તો સ્કૂલો બંધ કરવી ફરજિયાત છે GRAPમાં પણ આ 2 મોટા ફેરફારો થયા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.