કેજરીવાલ સામે દિલ્હી લિકર કૌભાંડનો કેસ ચાલશે:LGએ EDને મંજૂરી આપી; AAPએ કહ્યું- આંબેડકર મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાના પ્રયાસ - At This Time

કેજરીવાલ સામે દિલ્હી લિકર કૌભાંડનો કેસ ચાલશે:LGએ EDને મંજૂરી આપી; AAPએ કહ્યું- આંબેડકર મુદ્દા પરથી ધ્યાન ભટકાવવાના પ્રયાસ


EDને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે લિકર પોલિસી કૌભાંડમાં કેસ ચલાવવાની મંજૂરી મળી ગઈ છે. ANI સૂત્રોના જણાવ્યા અનુસાર એલજી વીકે સક્સેનાએ શનિવારે મંજૂરી આપી છે. 5 ડિસેમ્બરે, EDએ એલજી પાસેથી કેસ ચલાવવાની મંજુરી માંગતી વખતે કહ્યું હતું - લિકર કૌભાંડની તપાસમાં સામે આવ્યું છે કે લિકર પોલિસીના અમલ દરમિયાન ભ્રષ્ટાચાર થયો છે. ખરેખરમાં, 6 નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં દારૂ કૌભાંડ પર ચુકાદો આપતી વખતે કહ્યું હતું કે સરકારની મંજુરી વિના મની લોન્ડરિંગ (PMLA)ની કલમો હેઠળ કેસ ચલાવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા, ED દ્વારા જાહેર સેવક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ માટે મંજુરીની જરૂર ન હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા ED દ્વારા જાહેર સેવક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ માટે મંજુરી જરૂરી ન હતી. સીબીઆઈ અને રાજ્ય પોલીસ જેવી અન્ય તપાસ એજન્સીઓ માટે આ ફરજિયાત હતું. અહીં કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજુરી અંગે મનીષ સિસોદિયાએ કહ્યું- ED મંજૂરીની કોપી કેમ નથી બતાવી રહ્યું. તેઓએ બાબા સાહેબના અપમાનના મુદ્દા પરથી ધ્યાન ભટકાવવા માટે આવા પ્રયાસ કરવાનું બંધ કરવું જોઈએ. લિકર પોલિસી કેસ- કેજરીવાલે 156 દિવસ જેલમાં કાઢ્યા છે
કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસની પૂછપરછ બાદ તેમને 1 એપ્રિલે તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. 10 મેના રોજ તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે 21 દિવસ માટે મુક્ત કરવામાં આવ્યા હતા. 51 દિવસ જેલમાં રહ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 2 જૂને કેજરીવાલે તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.