ડિગ્રી ઈજનેરી : ૨૬૭૮૨ વિદ્યાર્થીનું મેરિટ,૨૧૬૩ વિદ્યાર્થી હાલ બાકાત
અમદાવાદ ધો.૧૨ સાયન્સ
પછીના ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટેની ઓનલાઈન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત
આજે પ્રવેશ સમિતિ દ્વારા પ્રોવિઝનલ મેરિટ જાહેર કરી દેવાયુ છે.જેમાં ૨૬૭૮૨
વિદ્યાર્થીનો સમાવેશ થયો છે અને હાલ ૨૧૬૩ વિદ્યાર્થી મેરિટથી બાકાત છે.૭૦૧
વિદ્યાર્થીએ તો જેઈઈ અને ગુજકેટ આપી જ ન હતી છતાં ફોર્મ ભરી દીધુ,તો
૧૩૩ વિદ્યાર્થી ધો.૧૨માં નાપાસ છે છતાં પ્રવેશ ફોર્મ ભરી દીધુ છે.સરકારની ટેકનિકલ
કોર્સની પ્રવેશ સમિતિ એવી એસીપીસી દ્વારા ડિગ્રી ઈજનેરીમાં ગુજકેટ આધારીત પ્રોવિઝનલ
મેરિટ લિસ્ટ ૧૨મીએ જાહેર થનાર હતું પરંતુ બે દિવસ પહેલા આજે જ જાહેર કરી દેવાયુ છે.આ
વર્ષે રજિસ્ટ્રેશન કરાવનારા ૨૮૯૪૫ વિદ્યાર્થીમાંથી ૨૬૭૮૨ વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ
થયો છે. જેમાં ફિઝિક્સ ,કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ વિષયો સાથે ૪૫ ટકાથી પાસ થયેલા એ ગુ્રપના વિદ્યાર્થીઓ
૨૪૪૩૨, ફીઝિક્સ-કેમિસ્ટ્રી અને બાયોલોજી સાથે પાસ થયેલા બી ગુ્રપના
૧૮૪૮ તથા ફિઝિક્સ-મેથ્સ અને કમ્પ્યુટર કે આઈટી સાથે પાસ થયેલા અન્ય બોર્ડના ૩૯૭,
ફીઝિક્સ-કેમિસ્ટ્રી અને કમ્પ્યુટર કે આઈટી સાથે પાસ થયેલા ૯૮ અને કેમેસ્ટ્રી
-કમ્પ્યુટર-આઈટી-મેથ્સ કે બાયોલોજી સાથે પાસ થયેલા ૭ વિદ્યાર્થીઓ છે.ગુજરાત બોર્ડના
કુલ ૨૨૫૨૦ ,સીબીએસઈના ૪૦૪૬,આઈએસસીઈના ૨૦૬
અને અન્ય બોર્ડના ૧૦ વિદ્યાર્થી છે.જ્યારે વિવિધ કારણોસર ૨૧૬૩ વિદ્યાર્થી મેરિટથી બાકાત
છે.જેમાં ૮૭૫ વિદ્યાર્થી એવા છે કે જેઓએ ગુજકેટ આપી નથી અને માત્ર જેઈઈ જ આપી છે .જેથી
તેઓનો આ ગુજકેટ આધારીત મેરિટમાં સમાવેશ થયો નથી. જ્યારે ૭૦૧ વિદ્યાર્થીએ ગુજકેટ કે
જેઈઈ એક પણ પરીક્ષા આપી ન હોવાથી પ્રવેશ માટે લાયક જ નથી.
જ્યારે ૧૩૩ વિદ્યાર્થી તો ધો.૧૨ પાસ જ થયા નથી
છતાં ફોર્મ ભરી દીધુ છે.૬૨ વિદ્યાર્થીઓની વિગતો જ પુરતી ન હોવાથી પ્રવેશ સમિતિનો
તેઓનો ડેટા જ મેચ કરી શખી નથી.જ્યારે ૧૨૪ વિદ્યાર્થીના ફોર્મ ડુપ્લિકેટ ભરાયા છે.
ગુજકેટ મેરિટ બાદ હવે પ્રથમ રાઉન્ડ પહેલા જ જેઈઈ આધારીત મેરિટ જાહેર કરી દેવાશે.જે
વિદ્યાર્થીઓએ જેઈઈ જ આપી છે કે જે વિદ્યાર્થીએ ગુજકેટ-જેઈઈ બંને આપી છે તેઓનો આ
મેરિટમાં સમાવેશ થશે. જેઈઈના આધારે સરકારી-ગ્રાન્ટેડ કોલેજોમાં પાંચ ટકા બેઠકો
અનામત રાખવામા આવી છે.આજે મેરિટ જાહેર થઈ જતા પ્રવેશ સમિતિ દ્વારા આજથી જ મોક રાઉન્ડ
શરૃ કરી દેવાયો છે.જેથી હવે ૧૨મીને બદલે આજથી જ વિદ્યાર્થીઓ ચોઈસ ફઇલિંગ કરી શકશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.