આજે ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૨૮૫૬ તથા બિયર ટીન-૪૦૮ મળી કુલ કિ.રૂ.૪,૭૭,૬૦૦/-મળી કુલ રૂ.૧૨,૭૭,૬૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ - At This Time

આજે ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૨૮૫૬ તથા બિયર ટીન-૪૦૮ મળી કુલ કિ.રૂ.૪,૭૭,૬૦૦/-મળી કુલ રૂ.૧૨,૭૭,૬૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી સ્ટાફનાં અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૫/૦૯/૨૦૨૪ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન તણસા ગામના બસ સ્ટેન્ડ પાસે આવતાં *બાતમી મળેલ કે,* વાવડી-તણસા ગામની વચ્ચે માધાભાઇ આણંદજીભાઇ ધાંધલ્યા રહે.વાવડી તા.ઘોઘા જી.ભાવનગરવાળાની વાડી પાસે એક બ્લ્યુ તથા બ્રાઉન કલરનુ રજી.નંબર-GJ 04 AX 4500ના ચાલકે આઇસરમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરીને રાખેલ છે.જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબની ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની કંપની સીલપેક ફોર સેલ ઇન દાદરા એન્ડ નગર હવેલી એન્ડ દીવ ઓન્લી લખેલ બોટલો તથા ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓન્લી લખેલ કંપની સીલપેક બિયર ટીન મળી આવેલ.તેના વિરૂધ્ધ ભાવનગર, ઘોઘા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

*આરોપીઃ-*
બ્લ્યુ તથા બ્રાઉન કલરના આયશર રજી.નંબર-GJ 04 AX 4500ના ચાલક *(પકડવાનાં બાકી)*

*કબ્જે કરેલ મુદ્દામાલઃ-*
1. ડી.એસ.પી. બ્લેક ડીલકસ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૫૯૯ કિ.રૂ.૧,૭૯,૭૦૦/-
2. બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી ૭૫૦ ML બોટલ નંગ-૩૬૦ કિ.રૂ.૧,૦૮,૦૦૦/-
3. બેગપાઇપર ડીલકસ વ્હીસ્કી પ્રીમીયમ કવોલીટી ૧૮૦ ML બોટલ નંગ-૧૪૮૮ કિ.રૂ.૧,૪૮,૮૦૦/-
4. કાલ્સબર્ગ પ્રીમીયમ એલીફન્ટ સ્ટ્રોંગ ૫૦૦ ML બિયર ટીન-૪૦૮ કિ.રૂ.૪૦,૮૦૦/-
5. બ્લ્યુ તથા બ્રાઉન કલરનું આયશર રજી.નંબર-GJ-04-AX 4500-૧૨ કિ.રૂ.૮,૦૦,૦૦૦/- મળી *કુલ કિ.રૂ.૧૨,૭૭,૬૦૦/-નો મુદ્દામાલ*

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાસાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અરવિંદભાઇ બારૈયા, મહેન્દ્દસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.