મંદિરે દર્શન કરી પરત ફરતા કાળ ભેટ્યો, 5નાં મોત:રાજસ્થાનથી પરત ફરી રહેલાં ગુજરાતમાં રહેતા પરિવારનો અકસ્માત, બસે જોરદાર ટક્કર મારતાં કારનો કચ્ચરઘાણ - At This Time

મંદિરે દર્શન કરી પરત ફરતા કાળ ભેટ્યો, 5નાં મોત:રાજસ્થાનથી પરત ફરી રહેલાં ગુજરાતમાં રહેતા પરિવારનો અકસ્માત, બસે જોરદાર ટક્કર મારતાં કારનો કચ્ચરઘાણ


રાજસ્થાનના કરૌલીમાં બસ અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 3 મહિલાઓ સહિત 5 લોકોના મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. 5 ઘાયલ લોકોની હાલત ગંભીર છે અને તેમને કરૌલી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો મુળ એમપીના વતની હતા અને હાલમાં વડોદરામાં રહેતા હતા. તેઓ તમામ રાજસ્થાનમાં કૈલા દેવી મંદિરના દર્શન કરવા આવ્યા હતા અને ઘરે પરત ફરી રહ્યા હતા. કારનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો અન્ય ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. કરૌલી-ગંગાપુર રોડ પર સલેમપુર ગામ પાસે મંગળવારે રાત્રે 8 વાગ્યે આ અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો. મૃત્યુ પામેલા પાંચેય લોકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ મુળ મધ્યપ્રદેશના ઈન્દોરના વનતી હતા. વડોદરામાં રહેતા 5 લોકોના મોત થયા હતા
કરૌલી હોસ્પિટલ પોલીસ ચોકીના ઈન્ચાર્જ બ્રિજરાજ શર્માએ જણાવ્યું - ઈન્દોરના રહેવાસી નયન કુમાર દેશમુખ (63), ભાલ ચંદ્ર દેશમુખનો પુત્ર, પરિવાર સાથે કારમાં કૈલાદેવીથી ગંગાપુર જઈ રહ્યો હતો. તેમજ સમયે ખાનગી બસ કરૌલી તરફ આવી રહી હતી. સાલેમપુર ગામ નજીક આવેલી ખાનગી હોસ્ટેલની સામે રાત્રે લગભગ 8 વાગ્યે કાર બસ સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર 5 લોકોના મોત થયા હતા. બસમાં મુસાફરી કરી રહેલા 15થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થળ પર હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ચાર મૃતદેહો કરૌલી જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. તેમજ એક મહિલાના મૃતદેહને ગંગાપુર સિટી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. મૃતકોની ઓળખ ઈન્દોરના વતની હતા અને હાલમાં વડોદરામાં રહેતા હતા. જેમાં નયન કુમાર દેશમુખ, પત્ની અનીતા, દીકરો ખુશદેવ, દીકરી મનસ્વી અને સંબંધી પ્રીતિ ભટ્ટ તરીકે થઇ છે. ઇજાગ્રસ્તોમાં કરૌલી નિવાસી ગોપાલનો પુત્ર વિનીત સિંઘલ (31), ગંગાપુર સિટી નિવાસી અબ્દુલ લતીફનો પુત્ર સલીમ (42), ગંગાપુર શહેરના સલીમની પત્ની નૂરજહાં (50), શ્રીમોહન ગુનેસરાના પુત્ર શિવરાજ લાલ (44) અને બદ્રી પ્રસાદનો પુત્ર સમય સિંહ (21) ગણેસરાનો રહેવાસી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.