ચૂંટણી રેલીમાં ટ્રમ્પ પર 8 રાઉન્ડ ફાયરિંગ:ગોળી કાન પર વાગી; 20 વર્ષનો શૂટર ઠાર, એક ટ્રમ્પ સમર્થકનું મોત અને બે ઘાયલ; બાઇડનની ઈમરજન્સી બેઠક - At This Time

ચૂંટણી રેલીમાં ટ્રમ્પ પર 8 રાઉન્ડ ફાયરિંગ:ગોળી કાન પર વાગી; 20 વર્ષનો શૂટર ઠાર, એક ટ્રમ્પ સમર્થકનું મોત અને બે ઘાયલ; બાઇડનની ઈમરજન્સી બેઠક


અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો છે. પેન્સિલવેનિયાના બટલરમાં એક રેલી દરમિયાન ટ્રમ્પને ગોળી વાગી હતી. જ્યારે તેઓ સ્ટેજ પર બોલી રહ્યા હતા ત્યારે ગોળીનો અવાજ સંભળાયો. ટ્રમ્પે તેcના જમણા કાન પર હાથ મૂક્યો અને નીચે ઝૂકી ગયા. સિક્રેટ સર્વિસના એજન્ટ ટ્રમ્પને કવર કરવા માટે તરત જ પહોંચ્યા. જ્યારે એજન્ટોએ ટ્રમ્પને સંભાળ્યા અને તેમને ઊભા કરવામાં મદદ કરી, ત્યારે ટ્રમ્પના ચહેરા અને કાન પર લોહી દેખાતું હતું. આ દરમિયાન ટ્રમ્પે મુઠ્ઠી વાળી અને હવામાં હાથ ઊંચો કર્યો. આ પછી, ગુપ્ત એજન્ટો ટ્રમ્પને સ્ટેજ પરથી ઉતારી, કારમાં બેસાડી અને ત્યાંથી લઈ ગયા. આ ઘટના ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 4 વાગ્યે બની હતી. ત્યારે અમેરિકામાં શનિવારે સાંજે સાડા છ વાગ્યાનો સમય હતો. ફાયરિંગમાં રેલીમાં હાજર એક વ્યક્તિનું મોત થયું છે. 2 ગંભીર રીતે ઘાયલ છે. પેન્સિલવેનિયા પોલીસે જણાવ્યું કે ટ્રમ્પને લગભગ 400 ફૂટ દૂર બિલ્ડિંગની છત પરથી ગોળી મારવામાં આવી હતી. AR-15 રાઈફલમાંથી 8 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. પ્રથમ રાઉન્ડમાં 3 ગોળીઓ અને બીજા રાઉન્ડમાં 5 ગોળીઓ ચલાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે શંકાસ્પદ શૂટર માર્યો ગયો છે. તેમની ઉંમર 20 વર્ષની હતી. હુમલા પાછળનો હેતુ હજુ જાણી શકાયો નથી. યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડન આજે તેમનો ચૂંટણી પ્રવાસ અધવચ્ચે છોડીને વોશિંગ્ટન ડીસી પરત ફરી રહ્યા છે. તેમણે વ્હાઇટ હાઉસમાં હોમલેન્ડ સિક્યુરિટી અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીની ઇમરજન્સી બેઠક બોલાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.