મોરબી - રાજકોટ રૂટની ઈલેક્ટ્રીક એસી બસમાં AC બંધ હોવાની ફરીયાદ બાદ કોન્ટ્રાક્ટ એજન્સીને રૂ. 2,700 ની પેનલ્ટી - At This Time

મોરબી – રાજકોટ રૂટની ઈલેક્ટ્રીક એસી બસમાં AC બંધ હોવાની ફરીયાદ બાદ કોન્ટ્રાક્ટ એજન્સીને રૂ. 2,700 ની પેનલ્ટી


રાજકોટ એસટી ડિવિઝનની મોરબી - રાજકોટ ઈલેક્ટ્રીક એસી બસમાં મુસાફરો પાસેથી એસી બસનું ભાડું લઈ બસમાં એસી બંધ હોવાની ઘટના સામે આવતા આ બાબતે ગુજરાત એસટી મુસાફર હિત રક્ષક સમિતિ દ્વારા રાજકોટ એસટી વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે રાજકોટ એસટી ડેપો ( વોલ્વો) ના ડેપો મેનેજર દ્વારા કોન્ટ્રાક્ટ એજન્સીને રૂ. 2,700 ની પેનલ્ટી ફટકારવામાં આવી છે. એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને કોઈ પણ સમસ્યા થાય તો આ બાબતે ગુજરાત એસટી મુસાફર હિત રક્ષક સમિતિને ફરિયાદ કરી શકશે તેવું પણ જાહેર કરાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.