રાજકોટ એસ.ટી.વિભાગમાં -68 એપ્રેન્ટીસોની ભરતી કરાશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારનિગમ, રાજકોટ વિભાગની કચેરી દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસશિપ યોજના અંતર્ગત રાજકોટ વિભાગ હેઠળના વિભાગીય કચેરી, વિભાગીય યંત્રાલય, ટાયર પ્લાન્ટ-રાજકોટ તથા રાજકોટ, સુરેન્દ્રનગર,લીંબડી, મોરબી, ગોંડલ, ચોટીલા, વાંકાનેર, જસદણ, ધાંગધ્રા ડેપો,વોલ્વો રાજકોટ ખાતે એપ્રેન્ટીસ ડીઝલ મીકેનીક, મોટર મીકેનીક, ઓટો ઈલે.,વેલ્ડર(ગેસ ઈલેક્ટ્રીક), ફીટર ટ્રેડ માટે 10 પાસ + આઈ.ટી.આઈ પાસ તેમજ કોપા ટ્રેડ માટે 12 પાસ + આઈ.ટી.આઈ પાસ તેમજ ડીગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ (વર્ષ-2020 પછી પાસ આઉટ) કરેલ હોઈ તેવા એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકેની ભરતી કરવામાં આવશે. આ માટેના અરજીપત્રક તા. 10/01/2024 સુધીમાં મહેકમ શાખા, વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે સવારે 11-00 થી 14-00 કલાક દરમ્યાન મેળવી લેવાના રહેશે. અરજીપત્રકમાં જરૂરી વિગત ભરીને તા. 11/01/2024, સમય 14-00 કલાક સુધીમાં પરત કરવાના રહેશે. ઉમેદવાર apprenticeshipindia.gov.in વેબસાઈટમાં ESTABLISHMENT પર જઈ SC -GSRTC-RAJKOT સર્ચ કરી ઓનલાઈન અરજી કરી શકશે, વધુ વિગતો મેળવવા વિભાગીય નિયામકની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ સંપર્ક સાધવા વિભાગીય નિયામક એસ.ટી.રાજકોટની યાદીમાં જણાવાયું છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.