ગીર મધ્યે કનકાઈ ખાતે આદ્યશક્તિ માતાજી કનકેશ્વરી મંદિરે ચૈત્રી નવરાત્રીની ધામ પૂર્વ પૂજવણી કરવામાં આવી
આદ્યશક્તિ માતાજી કનકેશ્વરી મંદિરે ચૈત્રી નવરાત્રીની ધામ પૂર્વ પૂજવણી કરવામાં આવી
ગીર માં બિરાજતા આદ્યશક્તિ માતાજી કંકેશ્વરીના ચૈત્રી નવરાત્રી ની ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂપ પૂર્વક કરવામાં આવી હતી. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતું નવરાત્રિના આઠમાં નોરતે એટલે અષ્ટમીના દિવસે અષ્ટમી હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અષ્ટમીના દિવસે દેશ અને વિદેશમાંથી અંદાજે 20,000 જેટલા યાત્રિકોએ માતાજીના દર્શનનો તથા પ્રસાદનો લાભ લીધો હતો અષ્ટમીના હવનના મુખ્ય મનોરથી સ્વ શ્રી જશવંતીબેન અમૃતલાલ શાહના પુત્ર અનિલભાઈ અમૃતલાલ શાહ પરિવાર હતો અને રામનવમીના દિવસે પરમ પૂજ્ય સંત શિરોમણી સીતારામ બાપુ (જાળીયા વાળા) દ્વારા ભવ્ય રામ જન્મઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી રામ જન્મોત્સવ ના મુખ્ય મનોરથી ભરતભાઈ રમેશભાઈ પાનેરા હતાગીરમાં બિરાજતા માતાજી કનકેશ્વરી 84 જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાય છે આ માતાજી નો ઇતિહાસ નો ઉલ્લેખ કંદપુરાણોમાં છે આ તકે પ્રમુખ નરેન્દ્રભાઈ જાની મેનેજર દેવાંગભાઈ ઓઝા રાજુભાઈ મહેતા ભગવાનજીભાઈ પંપાણિયા રમેશભાઈ પાનેરા ઉદય મહેતા પૂજારી શ્રી હરિભાઈ જાની તથા હજારોની સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ હરેશમહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.