રાજકોટ-ભુજની નવી ટ્રેનની પહેલી ટ્રીપમાં 46 યાત્રિકોએ મુસાફરી કરી - At This Time

રાજકોટ-ભુજની નવી ટ્રેનની પહેલી ટ્રીપમાં 46 યાત્રિકોએ મુસાફરી કરી


વેકેશનમાં ટ્રાફિક વધી શકે: 10 કોચની ટ્રેન રોજ દોડશે

તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી રાજકોટ-ભુજની નવી સ્પેશિયલ ટ્રેનની શુક્રવારે પહેલી ટ્રીપ રવાના કરવામાં આવી હતી. પહેલી ટ્રીપમાં રાજકોટથી ભુજ 46 યાત્રિકોએ મુસાફરી કરી હોવાનું જાણવા મળ્યું છે. 9 યાત્રિકોએ આ ટ્રેનમાં જવા માટે એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું જેની રેલવેને રૂ.2215ની આવક થઇ હતી, જ્યારે રિઝર્વેશન વિના 37 યાત્રિકોએ મુસાફરી કરી હતી જેની રેલવેને રૂ.2730ની આવક થઇ છે. કુલ 46 યાત્રિકોએ પહેલી ટ્રીપમાં રાજકોટથી ભુજ જતી ટ્રેનમાં મુસાફરી કરી હતી. પહેલો દિવસ હોવાથી યાત્રિકોની સંખ્યા પ્રમાણમાં ઓછી રહી હતી પરંતુ જેમ જેમ વેકેશનનો સમયગાળો નજીક આવશે તેમ ટ્રાફિક વધવાની શક્યતા રહેલી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image