આટકોટ માં શ્રી સૌરાષ્ટ્ર કોલેજમાં રોજગારલક્ષી સેમિનારનું આયોજન - At This Time

આટકોટ માં શ્રી સૌરાષ્ટ્ર કોલેજમાં રોજગારલક્ષી સેમિનારનું આયોજન


આટકોટ માં શ્રી સૌરાષ્ટ્ર કોલેજમાં રોજગારલક્ષી સેમિનારનું આયોજન

આટકોટની નામાંકિત સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટમાં રોજગારલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત રોજગાર કચેરી રાજકોટથી શ્રી રાજેશભાઈ ચૌહાણ તથા શ્રી અલ્તાફભાઈ ડેરેયા દ્વારા વિધાર્થીઓને રોજગારલક્ષી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ગ્રેજ્યુએશન પૂરું થયા પછી મોટાભાગના વિધાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન હોય છે નોકરી. ઘણીવાર વિધાર્થીઓ પ્રતિભાશાળી હોય છે,હોશિયાર હોય છે,આવડત પણ હોય છે પરંતુ તેમ છતાં યોગ્ય માહિતીના અભાવને કારણે વિધાર્થીઓ નોકરીઓથી વંચિત રહી જતા હોય છે. વિધાર્થીઓને જરૂર હોય છે એક એવા પ્લેટફોર્મની કે જેમાં વિધાર્થીઓને તેમની લાયકાત અનુસાર યોગ્ય અને સારી નોકરી મળી રહે. રાજેશભાઈ તથા અલ્તાફભાઈ દ્વારા વિધાર્થીઓને એમ્પ્લોયમેન્ટ કાર્ડ,લાયકાત અનુસાર નોકરી,પાસપોર્ટની પ્રક્રિયા તથા જોબ પ્લેસમેન્ટ જેવી અનેક બાબતો ઉપર માહિતી આપવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ શ્રી ભરતભાઈ પરમાર તેમજ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કેવલભાઈ હિરપરા તેમજ મેનેજિંગ ડાયરેક્ટર ડો. કમલેશભાઈ હિરપરા દ્વારા આવેલ સાહેબશ્રીનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. તમામ શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થીઓએ આવેલ સાહેબ શ્રી નો અમૂલ્ય માર્ગદર્શન આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ વિજય ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.