લખતરહવેલીમાં ભગવાન શ્રી કૃષ્ણ ના પ્રથમ જળ વિહાર ઉત્સવ ઉજવવા માં આવ્યો - At This Time

લખતરહવેલીમાં ભગવાન શ્રી કૃષ્ણ ના પ્રથમ જળ વિહાર ઉત્સવ ઉજવવા માં આવ્યો


લખતર હવેલીચોકમાં આવેલ હવેલીમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રથમ જળ વિહાર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુશાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ જેઠ સુદ પાંચમના દિવસે જળ વિહાર કર્યો હતોવરિષ્ઠ કવિ કાલિદાસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે શ્રધ્ધાળુ ભક્તજનોને ધાર્મિક ઉત્સવ ગમે છે માણસ માત્ર એકસરખા જીવનથી કંટાળી જાય છે જીવનથી થાકી જાય છે જીવનમાં હતાશા અને ટેનશન છવાઈ જાય છે ત્યારે માણસ દ્વારા જ્યારે પણ ઉત્સવ ઉજવવામાં આવે ત્યારે તેમાં જોડાઈ જવું જોઈએ અને ઉત્સવની ઉજવણી કરવી જોઈએ ઉત્સવની ઉજવણી કરવાથી જીવનમાં વ્યાપેલી હતાશા દૂર થાય છે જીવન રસમય સુખમય લાગે છે ત્યારે હવેલીપંથમાં જુદાજુદા ઉત્સવની ઉજવણી કરવાનું વર્ણવવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણની એક એક લીલાઓ આપણને સૌને જીવન કેવીરીતે જીવવું તેમજ કર્તવ્યો કેવી રીતે નિભાવવા એની પ્રેરણા પુરી પાડે છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જણાવવામાં આવ્યું છેકે આકાશ તત્વ ભૂમિ તત્વ અને જળ તત્વ આ ત્રણેય તત્વ શુધ્ધ હોયતો વ્યક્તિ નિરોગી રહે છે ત્યારે લખતર હવેલીમાં આજે શ્રધ્ધાળુ મહિલાઓ દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનના પ્રથમ જળ વિહાર ઉત્સવને ધામધૂમ પૂર્વક ઉજવ્યો હતો આ ઉત્સવમાં ભગવાન ઠાકોરજીને જળ વિહાર કરાવી શ્રધ્ધાળુ ભક્તજન મહિલાઓ નાના બાળકો યમુના નદીમાં સ્નાન કર્યાના ભાવ સાથે સ્નાન કરી ધન્ય બન્યા હતા અને હર્ષોઉલ્લાસ ભેર ભગવાન શ્રીકૃષ્ણના પ્રથમ જળ વિહાર ઉત્સવની ઉજવણી કરી હતી

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.