પોરબંદરના ઓલ વેધર પોર્ટ તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં - At This Time

પોરબંદરના ઓલ વેધર પોર્ટ તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં


પોરબંદરનો માછીમારી ઉદ્યોગ સરકારને કરોડો રૂપિયાનું હૂંડિયામણ કમાવી આપે છે,પરંતુ આમ છતાં સરકાર દ્વારા સાગરપુત્રોની સામાન્ય સમસ્યાઓનું પણ નિરાકરણ કરાવવામાં આવતું નથી, તેમાંની એક સમસ્યા રસ્તાની છે. પોરબંદરના બોખીરા વિસ્તારમાંથી ઓલવેધર પોર્ટ તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે અને ઠેર-ઠેર ગાબડા પડી ગયા છે.આ રસ્તા ઉપર ટ્રક સહિતના ભારે વાહનો પસાર થતા હોય છે,તેના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે, રસ્તાને પહોળો અને સિમેન્ટ રોડ બનાવવાની માંગણી વારંવાર કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા ધ્યાન દેવામાં આવ્યું નથી એટલું જ નહીં પરંતુ લાઇટની પણ કોઈ સુવિધા ઉપલબ્ધ નહી હોવાને કારણે રાત્રિના સમયે અકસ્માતોમાં અનેક માનવ જિંદગીઓ મોતને ભેટી ચુકી છે,તેથી તંત્ર દ્વારા આ રસ્તાનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગણી થઈ છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image