માતાએ મોબાઇલ મુકી રસોઇ બનાવવાનું કહેતા યુવતીએ ફીનાઇલ ગટગટાવ્યું
રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોક પાસે, સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ આરએમસી કવાર્ટરમાં રહેતી 19 વર્ષીય યુવતીને તેની માતાએ કામ કરવા મામલે ઠપકો આપતા માઠું લાગી આવતા ફીનાઇલ પી લીધું હતું. જેને તાત્કાલીક સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરી હતી. યુવતીના ભાઇએ જણાવ્યું હતું કે, બેન સવારથી મોબાઇલ જોતી હોઇ જેને મારી માતાએ મોબાઇલ મુકી રસોઇ બનાવવાનું કહેતા માઠું લાગ્યું હતું જેના કારણે તેને આ પગલું ભર્યુ હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી પાંચ ભાઇ-બહેનમાં સૌથી નાની છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.