સાયલા લાલજી મહારાજ મંદિરમાં બેસતા વર્ષના પર્વે ગોવર્ધન બનાવી અન્નકૂટ ધરાવવાની અનોખી પરંપરા - At This Time

સાયલા લાલજી મહારાજ મંદિરમાં બેસતા વર્ષના પર્વે ગોવર્ધન બનાવી અન્નકૂટ ધરાવવાની અનોખી પરંપરા


સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાયલાના અને સનાતની સંપ્રદાયમાં શિરોમણી એવા લાલજી મહારાજની જગ્યા મંદિરે સ્થાપના કાળથી નૂતન વર્ષના પ્રારંભે ગાયના ગોબરમાંથી ગોવર્ધનની પ્રતિકૃતિ બનાવવાની તથા શ્રી હરિને છપ્પન ભોગના અન્નકૂટ ધરાવવાની પરંપરા પોણા બસ્સો વર્ષથી નિભાવવામા આવી રહી છે. બેસતા વર્ષના પાવન અવસરે મંદિરના સંતો,સેવકો દ્વારા આશરે એક હજાર કિલો ગાયનાં છાણમાંથી તથા રેતીમાંથી ૧૫ ફૂટના ગોવર્ધનની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે તેનો હજારો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે મંદિરમાં સ્થાપિત શેષ નારાયણ, શ્રી રામ લક્ષ્મણ, જાનકી, રાધે કૃષ્ણ, લાલજી મહારાજ સહિતના દેવોની મૂર્તિ સમક્ષ છપ્પન ભોગ અન્નકૂટનો ભોગ ધરાવી પરંપરા યથાવત રાખી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.