નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર કારે બાઇકને ઠોકરે લેતા મહિલાનું મોત
ખરીદેલા મકાનના પૈસા ચૂકવવા ઝાંઝમેરનું દંપતી રાજકોટ આવ્યું હતું.
શહેરમાં વધુ એક અકસ્માતના બનાવમાં કારે ડબલ સવારી બાઇકને ઠોકરે લેતા ધોરાજીનું દંપતી ખંડિત થયું છે. જ્યારે અકસ્માતમાં મૃતકના પતિને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ધોરાજીના ઝાંઝમેર ગામે રહેતા ગિરીશભાઇ હિરજીભાઇ અઘેરા નામના આધેડે રાજકોટના મવડી રોડ પર ઇસ્કોન હાઇટ્સમાં મકાન ખરીદ કર્યું હતું. નવા ખરીદેલા મકાનના પૈસા ચૂકવવાના હોય ગિરીશભાઇ તેમના પત્ની મંજુ સાથે એક બાઇક પર, જ્યારે પુત્ર પ્રશાંત તેના બાઇક પર રાજકોટ આવવા નીકળ્યા હતા. દરમિયાન દંપતી અને તેમનો પુત્ર રાજકોટના નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર પહોંચ્યા હતા.
પુત્ર પ્રશાંત તેના બાઇક સાથે આગળ જઇ રહ્યો હતો. ત્યારે કોરાટ ચોક પાસે પહોંચતા પાછળથી પૂરઝડપે ધસી આવેલી કારે ગિરીશભાઇના બાઇકને ઠોકર મારી હતી. જેને કારણે ગિરીશભાઇ અને તેના પત્ની મંજુબેન બાઇક પરથી ફંગોળાઇને રોડ પર પટકાયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.