નવરાત્રી મહોત્સવ માટે પોલીસનો એક્શન પ્લાન તૈયાર
નવરાત્રિની ઉજવણી દરમિયાન અસામાજિક તત્વોને કાબૂમાં રાખવા અને સલામત પાટનગર ગાંધીનગરની ઓળખ જાળવી રાખવા માટે પોલીસે આગોતરું આયોજન કરી લીધું છે. રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને ગરબા આયોજકો વચ્ચેની બેઠકમાં ટ્રાફિક જામ નિવારવાથી માંડીને ગુનાખોરી રોકવા માટે વ્યૂહરચના ઘડવામાં આવી છે. ખાનગી પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓની સાથે પોલીસની શી ટીમ પણ ચણિયાચોળી પહેરી ગરબે ઘૂમશે. ગરબા ગ્રાઉન્ડથી માંડીને નજીકના અંતરિયાળ વિસ્તારોમાં પોલીસ સાદા ડ્રેસમાં ફરતી રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.