સોમનાથમાં સૌરાષ્ટ્ર-કચ્છ મૂક-બધીર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું
સોમનાથ મહાદેવ સાનિધ્યે બે દિવસીય સૌરાષ્ટ્ર-કચ્છ મૂક-બધીર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
સોમનાથ મહાદેવ સાનિધ્યે સોમનાથના બાયપાસ રોડ ઉપર આવેલ સદભાવના મેદાનમાં સૌરાષ્ટ્ર કચ્છના મૂક-બધીર ક્રિકેટ ખેલાડીઓનો ટુર્નામેન્ટ યોજાયો હતો. તા. 6 અને 7 મે ના રોજ સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 80 થી 90 જેટલા જન્મથી મૂંગા બહેરા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બધીર મંડળ ગીર સોમનાથ દ્વારા કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં ગીર સોમનાથ, જામનગર, ભાવનગર રાજકોટ, સુરેન્દ્રનગર ની ટીમોએ ભાગ લીધો હતો.
આ ખેલાડીઓ મૂક-બધિર હોવા છતાં ક્રિકેટના નિયમો અને રમત ની બધી જાણકારી તેઓને હોય છે આમ છતાં તેઓની મદદ માટે એડવાઈઝર અને થર્ડ અમ્પાયર તરીકે જીત કાનાભાઈ અને સેકન્ડ અમ્પાયર તરીકે સંજયભાઈ ચુડાસમા એ સેવા આપી હતી. આ ટુર્નામેન્ટમાં પ્રત્યેક મેચ 10 ઓવરની હોય છે. તારીખ 7 ના રોજ સેમિફાઇનલ અને ફાઇનલ ની મેચ યોજાઇ હતી. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કેટલીક સેવાઓમાં નિ:શુક્લતા દાખવી આવા ઉમદા કાર્યમાં સેવા સહયોગ આપેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.