5 દી’માં કૌભાંડોની તપાસ કરવા બે અધિકારી સૌ.યુનિ.માં આવશે - At This Time

5 દી’માં કૌભાંડોની તપાસ કરવા બે અધિકારી સૌ.યુનિ.માં આવશે


તમામ ગેરરીતિનો તપાસ રિપોર્ટ સરકારને આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તારીખ 30મી ઓગસ્ટ સુધીમાં સરકારે નિયુક્ત કરેલા બે ક્લાસ-1 અધિકારી આવી પહોંચશે અને યુનિવર્સિટીમાં અત્યાર સુધીમાં થયેલા કૌભાંડો અને ગેરરીતિની તપાસ કરી તેનો રિપોર્ટ સરકારને આપશે. અત્યાર સુધી પૂર્વ કે વર્તમાન કુલપતિએ આ અંગે કોઈપણ પ્રકારના પગલાં કે તપાસ નહીં કરતા હવે આખરે સરકારે યુનિવર્સિટીમાં થયેલા જુદા જુદા કૌભાંડો અને ગેરરીતિઓની તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ માટે સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે બે ક્લાસ-1 અધિકારીઓની નિમણૂક પણ કરી છે જે 30મી સુધીમાં યુનિવર્સિટીમાં આવીને આ તમામ મુદ્દાઓની તપાસ કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.