પાર્કિંગને બદલે ગાર્ડન, સરકારી ખરાબામાં પાર્કિંગ બનાવ્યાનો આક્ષેપ, બિલ્ડરે કહ્યું- વિઘ્નસંતોષીઓની ખોટી ફરિયાદો - At This Time

પાર્કિંગને બદલે ગાર્ડન, સરકારી ખરાબામાં પાર્કિંગ બનાવ્યાનો આક્ષેપ, બિલ્ડરે કહ્યું- વિઘ્નસંતોષીઓની ખોટી ફરિયાદો


રાજકોટની માધાપર ચોકડી પાસે ‘ધ સ્પેસ’ નામના એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં બિલ્ડરોએ જ છેતરપિંડી કર્યાનો આરોપ ફ્લેટધારકો દ્વારા લગાવવામાં આવ્યો છે. આ એપાર્ટમેન્ટમાં પાર્કિંગની જગ્યામાં ગાર્ડન બનાવાયું છે. તો સરકારી ખરાબામાં પાર્કિંગ ઉભું કરી દેવામાં આવ્યું છે અને ફાયર સેફ્ટી પણ બંધ હાલતમાં છે. આ અંગે ફ્લેટધારકોએ રેરા તેમજ મનપા અને ફાયર વિભાગને પણ લેખિત ફરિયાદો કરી છે. જોકે, બિલ્ડર રશ્મિકાંત પોપટે તમામ આરોપો ફગાવ્યા હતા. બાંધકામ નિયમ મુજબ કર્યું હોવાનું જણાવી અમુક વિઘ્નસંતોષીઓ ખોટી ફરિયાદો કરતા હોવાનો વળતો આરોપ લગાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.