અમદાવાદ ગ્રામ્ય ના વિવેકાનંદનગર પોલીસ ના વિસ્તાર મા સ્ટેટ મોનિટરિંગ સેલ ની રેડ દેસી દારૂની ભઠ્ઠી પર ની રેડ મા જંગી માત્રામાં દેશી દારૂ નો જથ્થો પકડાયો અને વિવેકાનંદનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ - At This Time

અમદાવાદ ગ્રામ્ય ના વિવેકાનંદનગર પોલીસ ના વિસ્તાર મા સ્ટેટ મોનિટરિંગ સેલ ની રેડ દેસી દારૂની ભઠ્ઠી પર ની રેડ મા જંગી માત્રામાં દેશી દારૂ નો જથ્થો પકડાયો અને વિવેકાનંદનગર પોલીસ ઊંઘતી ઝડપાઈ


અમદાવાદ એક તરફ વાહનો ની ચેકીંગ ડ્રાઇવી ચાલુ છે તો બીજી તરફ સ્ટેટ મોનીટરીંગ સેલ ની કામગીરી ચાલુ છે જેના ભાગ રૂપે દેસી દારૂની ભઠ્ઠી પરની રેડ દરમ્યાન ૪૪ કેરબા ભરેલા દેશી દારુ પકડતી સ્ટેટ મોનીટરીંગ સેલ

અમદાવાદ ના હાથીજણ વિવેકાનંદનગર માંથી દેશી દારુ માટે બદનામ છે કારણ કે ગુજરાતમા સૌથી સસ્તો દેશી દારૂ આ વિસ્તારમાં મળે છે ને આખા અમદાવાદ માંથી દારૂ પીનાર અને વેચનાર આ વિસ્તાર માંથી દેશી દારૂ ખરીદવા આવતા હોય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું સારો ને કવોલીટીનો કોઈના ખાખી ના ડર વગર સરળતાથી દારૂ મળેછે .અમદાવાદ ના વિવેકાનંદનગર ટાઉન બીટ પોલીસ ઊંઘતી ઝડપાઈ અને સ્ટેટ મોનિટરિંગ સેલ ની રેડ કરી ને ૪૫ જેટલા દેશી દારુ ભરેલા કેરબા જપ્ત કર્યાં હતા અમદાવાદ પોલીસ માં થોડા સમય પહેલા એક સાથે ૨૦ જેટલા જુના સ્ટાફની બદલી કરી હતી સુ બદલી નું કારણ આ દેશી દારૂ ના અડ્ડાઓ હશે કે પછી બીજું કંઈ હાલ તો .દેશી દારુ ભરેલા ૪૪ કેરબા ૪ નંગ ગેસ ના બાટલા તેમજ દારુ બનાવવામાં આવતી અન્ય ચીજ સામગ્રી પકડી પાડવામાં આવી છે પણ હવે જોવાનું રહ્યું કે હાલ નવા કાયદા પ્રમાણે સજા થાય છે કે પછી આંખ આડા કાન થાય છે

રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ ગ્રામ્ય


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.