ભાસ્કર ખાસ:પંજાબમાં ખતરનાક ટ્રેન્ડ: કેદીઓ જેલોમાં ડર જાળવી રાખવા માટે ટેટૂ ચિતરાવી રહ્યા છે, તેમાં મોટા ગુના અને કલમનો ઉલ્લેખ કરી રહ્યા છે - At This Time

ભાસ્કર ખાસ:પંજાબમાં ખતરનાક ટ્રેન્ડ: કેદીઓ જેલોમાં ડર જાળવી રાખવા માટે ટેટૂ ચિતરાવી રહ્યા છે, તેમાં મોટા ગુના અને કલમનો ઉલ્લેખ કરી રહ્યા છે


પંજાબની જેલોમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ગુનેગારો જેલમાં પોતાનો ડર જાળવી રાખવા માટે ટેટૂ ચિતરાવી રહ્યા છે. આ ટેટૂ કોઈ સામાન્ય ટેટૂ નથી. જેમાં તેમના ગુનાનો ઉલ્લેખ, તેમની સામે પેન્ડિંગ ફોજદારી કલમો વગેરે પણ લખવામાં આવે છે. ત્યારે ગુનેગારોને જોઈને જ ખબર પડે છે કે તે કયા મોટા ગુનામાં જેલમાં પહોંચ્યો છે. ટેટૂ દ્વારા ગુનેગારો અન્ય અપરાધીઓને પડકાર આપી રહ્યા છે. પંજાબમાં ગેંગસ્ટરોની પાંચ મોટી ગેંગ સક્રિય છે. સોશિયલ મીડિયાના કારણે જ્યારે આ ગેંગ વધુ પોપ્યુલર થઈ ત્યારે યુવાનો તેમની સાથે જોડાવા લાગ્યા. ત્યારથી આ ટેટૂનું ચલણ વધતું ગયું. કેદીઓ આ ટેટૂ જેલમાં કે કોર્ટના રસ્તે કરાવતા હોય છે. પંજાબમાં જ્યારે એચઆઈવીના વધુ કેસ આવવા લાગ્યા ત્યારે સરકાર અને પોલીસ પ્રશાસનનું ધ્યાન આ તરફ ગયું. હવે તપાસ શરૂ કરાઈ છે. એઆઈજીએ કહ્યું- કેદીઓ ટેટૂનો ઉપયોગ સ્ટેટસ સિમ્બોલની જેમ કરી રહ્યા છે
આ ઘટના તાજેતરમાં સામે આવી છે જેમાં કેટલાક કુખ્યાત ગુનેગારો તેમના હાથ પર ટેટૂ સાથે જેલમાં પહોંચી રહ્યા છે. તેમાં આઈપીસી કલમ 302 અને 307નો પણ ઉલ્લેખ છે. જેલ વિભાગ તપાસ કરી રહ્યું છે કે કેવી રીતે કુખ્યાત ગુનેગારો આ ટેટૂ તેમના હાથ પર ચિતરાવી રહ્યા છે અને તેમના સ્ટેટસ સિમ્બોલ તરીકે તેનો ઉપયોગ કરી રહ્યા છે. આવા ટેટૂ કરાવવામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે. જો કોઈ ગુનેગાર જેલમાં આવ્યા પછી આ ટેટૂ કરાવે છે તો તેની પણ તપાસ થવી જોઈએ. અટકાયતીઓ જ્યારે કોર્ટમાં હાજર થવા જાય છે ત્યારે તેઓ ટેટૂ કરાવે છે કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. હવે આ બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે કારણ કે ટેટૂના આ ટ્રેન્ડથી ગેંગવાૅર કલ્ચરના કિસ્સાઓ વધવાની શક્યતા છે. - ગુરમીત સિંહ ચૌહાણ, એઆઈજી, એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સ કેદીનો દાવો, કલમ 302વાળાઓનો વધુ દબદબો છે, તેથી આ વલણ વધ્યું
એક જેલરે જણાવ્યું કે જેલમાં તમામ પ્રકારના કેદીઓ હોય છે. 302ની કલમવાળા કેદીઓનો રૂઆબ કંઈક અલગ હોય છે. જેલમાં તેનો દબદબો રહે છે, અન્ય કેદીઓ પણ તેનાથી ડરે છે એટલા માટે કેદીઓ તેમના ટેટૂ અન્ય કેદીઓને બતાવી રહ્યા છે. કેદીઓ બે પ્રકારના વધુ ટેટૂ કરાવી રહ્યા છે. એક હથિયારોવાળા અને બીજા કલમવાળા. હથિયારોમાં પણ એકે 47ના વધુ ટેટૂ બનાવવામાં આવી રહ્યા છે. જ્યારે કલમ 307 હેઠળના ટેટૂ સમાવેશ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.