શ્રી સુવાસીની વિદ્યામંદિર બોટાદ ખાતે ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણી.
શ્રી સુવાસીની વિદ્યામંદિર બોટાદ ખાતે ઉમાશંકર જોશીની જન્મજયંતિની ઉજવણી.
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર આયોજિત તથા અકાદમી અધ્યક્ષ ભાગ્યેશ જ્હા સાહેબ અને મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ પ્રેરિત અને બોટાદકર સાહિત્ય સભા બોટાદ તથા શ્રી સુવાસીની વિદ્યામંદિર બોટાદના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ઉમાશંકર જોશની જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં કેળવણીકાર શ્રી વિક્રમભાઈ મહેતાએ ઉમાશંકર જોશીનું જીવન કવન તથા ગદ્ય સાહિત્ય અને કવિશ્રી ગોપાલભાઈ ચૌહાણે પદ્ય સાહિત્ય પર પોતાના વિચારો રજૂ કરી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને રસ તરબોળ કર્યા હતાં.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત શિક્ષક પી.આર.ભટ્ટ સાહેબ તથા બાળ કલાકાર માધવભાઈ હાજરી આપી. આ કાર્યક્રમના સંયોજક પારેખ લાલજીભાઈ તથા ગૌરાંગભાઈ દ્વારા સુંદર આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.