રાષ્ટ્રભક્તિની સ્પષ્ટ ઝલક ગૌધામ કોબડીના લાભાર્થે સુરતમાં શ્રીમદ્ ભાગવત કથા માં ધર્મકાર્ય અને રાષ્ટ્ર કાર્ય ની ઝાંખી જળહળે છે
રાષ્ટ્રભક્તિની સ્પષ્ટ ઝલક ગૌધામ કોબડીના લાભાર્થે સુરતમાં શ્રીમદ્ ભાગવત કથા માં ધર્મકાર્ય અને રાષ્ટ્ર કાર્ય ની ઝાંખી જળહળે છે
સુરત ગૌધામ કોબડીના લાભાર્થે સુરત માં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન જ્યાં ધર્મકાર્ય અને રાષ્ટ્ર કાર્ય ની ઝાંખી જળહળે છે અંધ, અપંગ, નિરાધાર ગાયો તેમજ વયોવૃદ્ધ બળદોની સેવા કરતી ગૌશાળા એટલે શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડીના લાભાર્થે સમસ્ત સેવક સમુદાય સુરત દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત કથામૃતમનું દિવ્ય આયોજન તા.૨૪ માર્ચ થી તા.૩૦ માર્ચ ૨૦૨૫ દરમિયાન સાંજે ૮:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી સર્વેશ્વર વિલા, મલ્હાર ઢોસાની પાછળ, નંદચોક, અબ્રામા રોડ, મોટા વરાછા ખાતે કરવામાં આવ્યું છે. જેના મુખ્ય વકતા પ.પૂ મહંતશ્રી જયદેવશરણજી મહારાજ (શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી) છે.
અમૃતમય શ્રીમદ્ ભાગવત કથા જીવનમાં આનંદ અને મોક્ષની સાધના છે.શ્રીમદ્ ભાગવત મહા પુરાણ સમગ્ર વૈદિક શાસ્ત્રઓનું સાર છે. પ.પૂ. મહંતશ્રી જયદેવશરણજી મહારાજ પોતાની ભાવવાહી શૈલી અને સંગીતમય તાલે શબ્દ પુષ્પોથી ભક્તજનોને આધ્યામિક પરમાનંદનું પરમ પાન કરાવી રહ્યા છે. કથામાં વિશિષ્ટ તહેવારો અને ઉત્સવો ઉજવાશે, જેમાં ભક્તો માટે દિવ્ય લાભપ્રાપ્ત થશે. સૌ શ્રદ્ધાળુઓ પરિવાર, સ્નેહીજનો અને મિત્ર મંડળ સાથે પધારી ભક્તિનો પરમાનંદ માણી શકાય છે. આ પાવન પ્રસંગે પધારી આદ્યામિક આનંદ અને ગૌસેવા માટે આયોજકો દ્વારા સહુને પધારવા ભાવભર્યું આમંત્રણ છે. તથા તમામ શ્રાવકોમા સતત રાષ્ટ્રભક્તિ જીવત રહે તે હેતુ દેશની વિવિધ રક્ષા તંત્રોના સૈનિકો જેમકે આર્મી, નેવી, ઐરફોર્સના નિવૃત સૈનિકો તથા સિવિલ ડિફેન્સના માનદ્ સનિકો અને રાષ્ટ્ર દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા સન્માનિત કરાયેલા અવોર્ડીઓ અને વિવિધ મેડલ ધારક સૈનિકોના આમંત્રણ સન્માન પ્રસંગનુ આયજન કરી રાષ્ટ્રભક્તિની સ્પષ્ટ ઝલક દર્શ્યમાન થઇ તથા જીવનરક્ષા બાબત ની તાલિમો ગૌધામ દ્વારા આહવાન કરવામાં આવ્યા રાષ્ટ્રકાર્ય ઉપરાંત વિશેષ જાણીયે તો અસાધારણ ગૌ સેવા બાબતમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી એ સ્થાનિક વિસ્તારમાં સૌથી મોટી બિમાર ગાયોની ગૌશાળા છે, જ્યાં ૨૦૦ કરતાં વધારે અપંગ ગાયોની સેવા થાય છે, સંસ્થાએ અત્યાર સુધીમાં ૧૫૦૦ થી વધુ “માં" વિનાના ગૌવંશના પાલનહાર બની મોટા કર્યા છે. આ ગૌ શાળામાં હાલ ૧૯૦૦ થી વધારે, ગાયો, બળદો તથા ગૌવંશની સેવા થાય છે. ગુજરાતમાં સૌથી વધારે ૭૦ જેટલી અંધ ગાયોની સેવા કરતી ગૌશાળા. અહીંયા હાલમાં ૧૪૦૦ કરતા વધારે ઘરેથી તરછોડાયેલા. રખડાતા, ભટકતા, વયોવૃધ્ધ બળદોની સેવા થાય છે. ગુજરાતમાં કોઈપણ જગ્યાએથી આવતા બળદોની નિઃશુલ્ક રાખવામાં આવે છે ! ગુજરાતની એક માત્ર એવી આ ગૌશાળા જ્યાં બળદો માટે ૨૪ કલાક દરવાજા ખુલ્લા હોય છે ! બિમાર ગાયો તથા વયોવૃધ્ધ બળદો માટે ડોકટરી સારવાર તથા આધુનિક ઓપરેશન થીયેટરની સેવા ઉપલબ્ધ છે;
અહીંયા રોજના ૧૦૦૦ થી વધારે કબુતરોને ચણ નાખવામાં આવે છે. ૨૦૦૦ થી વધુ ચકલીના માળા બાંધી તેમજ ચણ નાખવામાં આવે છે.
ગૌશાળામાં અવિરત અન્નક્ષેત્ર ચાલે છે. આ સંસ્થા દ્વારા કોબડી ગામના ગરીબ, અસહાય, એકલા રહેતા વયોવૃધ્ધ લોકોને નિઃશુલ્ક ટીફીન સેવા આપવામાં આવે છે ! હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે અઠવાડીયામાં ૩ વાર ૧૫૦ જેટલા ટીફીનની સેવા આપવામાં આવે છે. કીકાણી હોસ્પિટલ બુધેલ માં ડીલીવરી બાદ તુરંત બહેનોને ગાયના શુધ્ધ ઘી નો શીરો, રાબ, અને હોસ્પિટલ થી રજા મળે ત્યારે સુખડી નિઃશુલ્ક આપવામાં આવે છે. અહીંયા ઈમર્જન્સી સારવાર માટે આધુનિક પશુ એમ્બ્યુલન્સની સુવિધા છે.
શ્રી સર્વેશ્વર ગૌધામ ટ્રસ્ટ કોબડી સંચાલિત જય ગૌપાલ ગૌસેવા કરતાલ ધુન મંડળ દ્વારા ગૌસેવા લાભાર્થે આપને ત્યાં આવતા મરણ, પૂણ્યતિથી, વાસ્તુ, શ્રાધ્ધ, જન્મદિવસ કે અન્ય ધુન કરવા માટે સંપર્ક કરી શકાય છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
