પોરબંદર મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપનું આયોજન કરાયું - At This Time

પોરબંદર મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપનું આયોજન કરાયું


પોરબંદર મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપનું આયોજન કરાયું

પોરબંદર મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપનું આયોજન કરાયું કલા નગરી પોરબંદરમાં પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટીવ આર્ટિસ્ટ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ૫ મી જાન્યુઆરી નારોજ પોરબંદરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ વિકસે એવા ઉમદાહેતુથી મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફ્રોમ વેસ્ટના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. શ્રી પી.એમ.જવાહર નવોદય વિદ્યાલયના આર્ટ ટીચર રણજીતસિંહ સિસોદિયા દ્વારા વિદ્યાર્થીઓને આ વર્કશોપમાં માર્ગદર્શન આપવામાં આવેલ.પોરબંદરની વિવિઘ શાળા કોલેજ ના કુલ 45 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની સર્જનાત્મક શક્તિ દ્વારા કૃતિઓ બનાવેલ.પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી એચ.જે.પ્રજાપતિ ડે.કમિશ્નર.એચ.વી.પટેલ,ડે.કમિશ્નર મનન એ.ચતુર્વેદી,
તથા એન્જિનિયર દેવાંગ રાડિયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ.ઈનોવેટીવ આર્ટિસ્ટન ટ્રસ્ટના પ્રેસિડેન્ટ આર્ટિસ્ટ બલરાજ પાડલીયા,પ્રોજેક્ટ કોઓર્ડીનેટર દિનેશ પોરીયા,સમીર ઓડેદરા, ધારા જોશી તથા સર્વેએ વર્કશોપ ને સફળ બનાવવા મહેનત ઉઠાવેલ.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.