પંડિત દિન દયાલ પ્રાથમિક શાળા નંબર 1 બોટાદ દ્વારા વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ સંચાલિત પંડિત દિન દયાળ પ્રાથમિક શાળા નંબર ૧ ના વિદ્યાર્થીઓ અને શાળા દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સિંહના મુખની પ્રતિકૃતિ પહેરીને આસપાસના વિસ્તારમાં રેલી કાઢવામાં આવેલ. તેમજ લોકોમાં અને વિદ્યાર્થીઓમાં સિંહ પ્રત્યે જાગૃતતા કેળવાય તેવા સંદેશો આપવામાં આવેલ.વન વિભાગની વિવિધ યોજનાઓ, સિંહ પ્રત્યેની હકારાત્મક નીતિઓ અને સ્થાનિકોના સહિયારા પ્રયાસોના પરિણામે સિંહોની વસ્તી-સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. એશિયાઇ સિંહની વસ્તીમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે વર્ષ ૧૯૯૦માં ગુજરાતમાં ૨૮૪ સિંહોની વસ્તી હતી. તે વર્ષ ૨૦૨૦ની ગણતરી મુજબ તે વધીને અંદાજે ૬૭૪ સુધી પહોંચી છે. વસ્તી વધતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ નોધપાત્ર વધારો થયો છે. આજે સિંહ સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારમાં કુદરતી અવસ્થામાં વિહરતા જોવા મળે છે. નાગરિકોમાં સિંહ પ્રત્યેની જાગૃતિ વધે, તેના સંરક્ષણ-સંવર્ધનમાં વધુ મદદરૂપ થાય તે હેતુથી વન વિભાગ તેમજ સ્થાનિકોના સહિયારા પ્રયાસથી વર્ષ ૨૦૧૬ થી દર વર્ષે ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, સ્ટાફ, પ્રકૃતિ-સિંહ પ્રેમીઓ સહભાગીતાથી કરવામાં આવેલ.આ વિશે બાળકોને માહિતી આપેલ.
વન વિભાગના જણાવ્યા મુજબ શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ઈલેકટ્રોનિકસ મીડિયાના માધ્યમથી વર્ચ્યુઅલ #WORLDLIONDAY2024 મેસેજ મોકલાવેલ. શાળાના પ્રકૃતિ પ્રેમી શિક્ષક શ્રી રાજેશભાઈ મોરડીયા દ્વારા આ બાળકોને ગીરમાં સિંહ વિશેની માહિતી તેમજ સિંહ અને ગિરનાર ગીત ગવડાવવામાં આવેલો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.