જસદણ તાલુકામાં પ્રાંત કચેરી ખાતે ટી.બી. મુક્ત ગ્રામ પંચાયત એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
(રિપોર્ટર વિજય ચૌહાણ)
જસદણ તાલુકામાં પ્રાંત કચેરી ખાતે ટી.બી. મુક્ત ગ્રામ પંચાયત એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ મા ૧૧ ગ્રામ પંચાયતોના સરપંચોને ટીબી મુક્ત પંચાયત નું સિલ્વર મેડલ તથા પ્રમાણપત્ર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે આપવામાં આવ્યું હતું અને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ, જીલ્લા પંચાયત સભ્ય, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર તથા આરોગ્યના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
