ઢસા ના અમેરીકા સ્થિત ૨ાજપ૨ા પરિવારે દર્દી કલ્યાણ અર્થે પાંચ લાખ નું સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ને દાન આપ્યું - At This Time

ઢસા ના અમેરીકા સ્થિત ૨ાજપ૨ા પરિવારે દર્દી કલ્યાણ અર્થે પાંચ લાખ નું સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ને દાન આપ્યું


ઢસા ના અમેરીકા સ્થિત ૨ાજપ૨ા પરિવારે દર્દી કલ્યાણ અર્થે પાંચ લાખ નું સ્વામી શ્રી નિર્દોષાનંદ હોસ્પિટલ ને દાન આપ્યું

ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગ૨) માં ચાલતા નિઃશુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં ઢસાગામનાં વતની અમેરીકા સ્થિત શ્રી બાલુભાઈ મોહનભાઈ ૨ાજપ૨ા અને તેમનાં પુત્ર શ્રી વિનુભાઈ ૨ાજપ૨ા મારફત સ્વ. મોહનભાઈ ભવાનભાઈ રાજપરા અને સ્વ. કડવીબા રાજપરા ની કાયમી સ્મૃતિમાં દર્દીનારાયણ સારવારઅર્થે સહભાગી થવાનાં શુભાશયથી રૂા.૫,૦૫,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પાંચ હજાર પુરાનું અનુદાન અર્પણ ક૨વામાં આવેલ છે. તેઓશ્રીઓનું હોસ્પિટલનાં ઉપપ્રમુખ-બી.એલ. રાજપરા અને સુપ્રિટેન્ડેન્ટ-ડો. જયેશ પટેલ સાહેબ દ્વારા હોસ્પિટલના પ્રણેતા સગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં 'જીવનચરિતામૃત' ગ્રંથ, મોમેન્ટો અને શાલ અર્પણ કરીને સન્માનિત ક૨વામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી બાલુભાઈનાં પુત્ર શ્રી વિનુભાઈ ૨ાજપ૨ા અમેરીકા મારફત અગાઉ રૂા.૫,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પાંચ લાખ પુરા નું અનુદાન તેમજ તેમનાં જમાઈ શ્રી અશ્વિનભાઈ પરબડિયા અમેરીકા દ્વારા સને સપ્ટેમ્બર-૨૦૧૭ (૭૮ મહિના) થી પ્રતિમાસ રૂા.૫૦,૦૦૦/- અંકે રૂપિયા પચાસ હજાર પુરા નું અનુદાન પ્રાપ્ત થઈ ૨હયું હોસ્પિટલ ટ્રસ્ટીમંડળ વતિ દાતાશ્રી તથા તેમનાં પરીવારજનોનો હદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.“પૂ. ગુરુદેવ તેમને સુખ, સમૃધ્ધિ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.”

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.