રાજકોટમાં વૃંદાવન સોસાયટીમાં લોકો ભયના ઓથાર નીચે, સ્થાનિકોની રજૂઆત કરી છતાં અધિકારીઓ ડોકું પણ નથી કાઢતા
રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જેમાં રૂડા દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની વૃંદાવન સોસાયટીમાં રૂડાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયો હોવાનો આ સોસાયટીના રહેવાસીઓનો આરોપ છે. એકાદ વર્ષનાં ટૂંકા ગાળામાં અહીં ઠેર-ઠેર તિરાડો પડીને પોપડા ઉખડવા લાગતા સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા એક વીંગમાં પોપડા નીચે પડતા બાળકોનો સદનસીબે બચાવ થયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે, વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ આવાસની મુલાકાત લેવા માટે આવતા નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.