ધંધુકાની શ્રી વિમલ માતા હાઈસ્કૂલ ખાતે ધંધુકા તાલુકા કક્ષાનો રંગારંગ કલા મહાકુંભ યોજાયો
ધંધુકાની શ્રી વિમલ માતા હાઈસ્કૂલ ખાતે ધંધુકા તાલુકા કક્ષાનો રંગારંગ કલા મહાકુંભ યોજવામાં આવ્યો હતો
અમદાવાદ જીલ્લા ના ધંધુકાની શ્રી વિમલ માતા હાઈસ્કૂલ ખાતે ધંધુકા તાલુકા કક્ષાનો રંગારંગ કલા મહાકુંભ યોજાયો .જેમાં તાલુકામાંથી વિવિધ સ્કૂલના બાળકોએ વિવિધ ગ્રુપમાં ભાગ લીધો હતો. ભજન, લોકગીત, ગરબા, રાસ, એક પાત્રીય અભિનય જેવી તાલુકા કક્ષાની 14 જેટલી કૃતિઓમાં બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવો કર્યા હતા. ઘણી બધી સ્કૂલોએ નંબર પ્રાપ્ત કર્યા હતા.
આ કલા મહાકુંભના મુખ્ય મહેમાન તરીકે રઘુવીરસિંહ ચુડાસમા ઉપરાંત વિમલ માતા સ્કૂલના ટ્રસ્ટી ફાધર માઇકલ અને પ્રિન્સિપાલ ફાધર રોબી હાજર રહ્યા હતા રઘુવીર સિંહ ચુડાસમા સાહેબે કલાનું મહત્વ અને ફાધર માઇકલે મોબાઇલ થી દૂર રહેવાની ટકોર કરી હતી ધંધુકા તાલુકા વ્યાયામ મંડળના પ્રમુખ પ્રવીણ સિંહ રાઠોડ સાહેબે સંસ્થા અને નિર્ણાયકોનો આભાર માન્યો હતો. ધંધુકા તાલુકા વ્યાયામ મંડળના મંત્રી શ્રી સુખદેવભાઈ રાઠોડ સાહેબે થોડા સૂચનો આપી આ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો અને વિવિધ કૃતિઓના નિર્ણાયકો હરિઓમભાઈ સોલંકી ભાવિનીબેન તેમજ યોગેશભાઈ અગ્રવાત અને અન્ય કૃતિઓના અન્ય નિર્ણાયકોના સહકારથી કલા મહાકુંભ ની સુખરૂપ પૂર્ણાહુતિ થઈ હતી.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.