લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઇન્ટરનેશનલ મૂન ડે ની ઉજવણીના ભાગરૂપે નિઃશુલ્ક સેમિનાર અને ફિલ્મ શોનું આયોજન કરાશે - At This Time

લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઇન્ટરનેશનલ મૂન ડે ની ઉજવણીના ભાગરૂપે નિઃશુલ્ક સેમિનાર અને ફિલ્મ શોનું આયોજન કરાશે


રાજકોટ તા. ૧૯ જુલાઈ - પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે તા. ૨૦ જુલાઈ ૨૦૨૪ના રોજ "ઇન્ટરનેશનલ મૂન ડે"ની ઉજવણીના ભાગરૂપે સાંજે ૭.૩૦ કલાકે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી "OUR AMAZING MOON" શિર્ષક અંતર્ગત નિઃશુલ્ક સેમિનારનું આયોજન કરાશે.
આ સેમિનારમાં આપણા કુદરતી ઉપગ્રહ એવા ચંદ્રની અજાણી વાતો, પૃથ્વી પર ચંદ્રની અસર, ચંદ્રની કળાઓ, ચંદ્રને કારણે દરિયામાં આવતી ભરતી, ચંદ્રના બે અલગ અલગ મહિનાઓ, ચંદ્રનું ઉત્તરાયણ-દક્ષિણાયન સહિતના વિષયો આવરી લેવામાં આવશે. કેન્દ્રના ઓડિટોરિયમમાં હોલિવૂડ ફીચર ફિલ્મ "Apollo 13" દર્શાવવામાં આવશે. આ નિશુલ્ક કાર્યક્રમનો લાભ લેવા વિજ્ઞાન રસિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ લોકવિજ્ઞાન કેન્દ્રના નિયામકશ્રી ડો. આર. જે. ભાયાણીની યાદીમાં જણાવાયું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.